ડાંગ: જિલ્લાના વઘઈથી સાપુતારાને સાંકળનારા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, ટ્રક દ્રાંક્ષ ભરીને જઇ રહ્યો હતો. તે દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આકસ્માત સર્જાયો હતો.
ડાંગમાં આંતરરાજ્ય ધોરીમાર્ગ પર દ્રાક્ષ ભરેલી ટ્રકનો અકસ્માત - ડાંગમાં ટ્રક અકસ્માત
ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને સાંકળનારા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં રંભાસ ગામ પાસે દ્રાક્ષ ભરેલી ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર અને ક્લીનરને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
ટ્રક અકસ્માત
સદનસીબે ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરને માત્ર નાની-મોટી ઈજાઓ જ પહોંચી છે. જેથી બન્નેને સારવાર અર્થે વઘઈની સી.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યા છે.