ડાંગઃ આજનો માનવી આધુનિક ટેકનોલોજીના કારણે વારસાગત પરંપરાઓને વિસરી રહ્યો છે, ગુજરાત રાજ્યમાં અરવલ્લીથી ડાંગ પ્રદેશમાં બહુમત ધરાવતો આદિવાસી સમાજ ધમધમતો જોવા મળે છે.
આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિના સંવર્ધન પ્રત્યે આજનો યુવાવર્ગ સભાન બને તથા આ આદિવાસી સમાજની સંસ્કૃતિની જાળવણી વર્ષો સુધી કરે, તે બદલ ડાંગ જિલ્લાના આદિવાસી યુવા મંચ સાપુતારા દ્વારા શનિવારે સાંજે બારીપાડા ગામથી શામગહાન ગામ સુધી 3 કિમીની બાઈક રેલી યોજી આદિવાસીને જાગૃત કરવા માટે નવો સંદેશો પૂરો પડ્યો હતો.
બારીપાડા ગામે ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન આદિવાસી યુવા મંચ સાપુતારા દ્વારા આયોજિત બાઈક રેલીમાં શામગહાન ગામ ખાતે પહોંચી એસટી બસ સ્ટેન્ડ ખાતે જરૂરિયાતમંદ લોકો માટે માનવતાનો કબાટ ખુલ્લો મૂકી સમાજને મદદરૂપ કરવા અનુરોધ કર્યો હતો.
ડાંગના બારીપાડા ગામે ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આ કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે જણાવ્યું હતું કે, આદિવાસી જ્યાં પણ ભેગા થાય, ત્યાં દરેક આદિવાસીઓની જવાબદારી છે, કે તેઓ સંગઠિત થાય અને દરેક સંગઠનને મજબૂત બનાવે તે દરેક આદિવાસી લોકોની ફરજમાં આવે છે. આજે આ આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા આવ્યા છે, ત્યારે મહત્વનું એ છે, કે દરેક પોતાના હક્કો માટે સંગઠિત થાય તે જરૂરી છે.
આદિવાસીઓએ સંગઠિત થવું ખુબ જ જરૂરી છે. આજે અન્ય લોકો જ્યારે પોતાના હક્કો માટે સંગઠિત થાઈ રહ્યા છે, ત્યારે આદિવાસી સમાજે પણ પોતાના હક્કો માટે સંગઠિત થવું પડશે. આ ઉપરાંત બંધારણની જોગવાઈ મુજબ અનામત ભોગવવી જોઈએ. ગુજરાતમાં આદિવાસીને 14 ટકા અનામત મળે છે. આ જળવાઈ રહે તે માટે સતત લડતા રહેવું પડશે છે.
આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય મંગળભાઈ ગાવીત, વાંસદાના ધારાસભ્ય અંનતભાઈ પટેલ, માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય દેવરામભાઈ, મંગલેશભાઈ તેમજ બારીપાડા ગ્રામ્ય વિસ્તાર નજીકના સરપંચો, ગામના સભ્યો, યુવા મિત્રો અને મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા.