ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના આહવામાં મટકા જુગારી ઝડપાયો

રાજ્યમાં કોરોના મહામરી વચ્ચે પણ ગુનાહિત પ્રવૃતિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શુક્રવારના રોજ ડાંગ જિલ્લામાં વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમને આહવા પોલીસે ઝડપી લીધો હતો. આ ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

pot gambler was caught in Ahwa
pot gambler was caught in Ahwa

By

Published : Sep 4, 2020, 10:47 PM IST

ડાંગઃ જિલ્લાની આહવા પોલીસની ટીમે આહવા નગરમાં વરલી મટકા જુગાર રમાડતા એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક જે. આઈ. વસાવાનાં માર્ગદર્શન હેઠળ ગુરુવારના રોજ આહવા પોલીસ મથકના PSI પી. એમ. જુડાલ સહિત પોલીસ ટીમે આહવા નગરમાં સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.

પેટ્રોલીંગ દરમિયાન આહવા નગરનાં પેટ્રોલ પંપ પાસે આવેલી દીવાલની પાછળ હાર જીતનો પૈસા વડે જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી. આહવા PSI પી. એમ. જુડાલ સહિત પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરતા દીવાલની આડમાં લીલા કલરની નેટ બાંધેલી જગ્યાએ એક ઇસમ મળી આવ્યો હતો.

રેડ દરમિયાન મળેલો મુદ્દામાલ

  • અંક લખેલા કાગળો નંગ - 3
  • અંક લખેલી ડાયરી નંગ -2
  • રોકડ રકમ રૂપિયા - 1160

આહવા પોલીસની ટીમે સ્થળ પરથી કૈલાસભાઈ દશરથભાઈ ફોમરેની ઝડતી લઈ પૂછપરછ કરતા આ ઇસમ ગ્રાહકો પાસે વરલી મટકા હાર જીતનો પૈસા વડે જુગાર રમાડી રહ્યાનું માલુમ પડયુ હતુ. આહવા પોલીસની ટીમે આ વરલી મટકા જુગાર રમાડનારા ઇસમ પાસેથી અંક લખેલા કાગળો 3 નંગ, અંક લખેલી ડાયરી 2 નંગ તથા કુલ રોકડ રકમ 1160નો મુદ્દામાલકબ્જે કર્યો હતો. આહવા પોલીસ દ્વારા વરલી મટકા જુગાર રમાડનારા ઇસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details