ગુજરાત

gujarat

ETV Bharat / state

આહવા-ડાંગ ગ્રામ વિકાસ એજન્સીના નિયામકનો વિદાય સમારંભ યોજાયો - Director of the Ahwa-Dang Village Development Agency

ડાંગ: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.ડી પટેલને ભરૂચ જિલ્લા નિવાસી કલેક્ટર તરીકે બઢતી મળી છે. તેમનો વિદાય સમારંભ ગુરુવારે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ તેમને આગામી કામગીરી માટે શુભેચ્છા પાઠવી હતી.

આહવા-ડાંગ ગ્રામ વિકાસ એજન્સીના નિયામકનો વિદાય સમારંભ યોજાયો

By

Published : Sep 13, 2019, 8:47 PM IST

ડાંગ ગ્રામ વિકાસ નિયામક જે.ડી.પટેલે ડાંગ જિલ્લામાં 9 ડિસેમ્બર 2016 થી 12 સપ્ટેમ્બર 2019 સુધી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમજ પ્રાયોજના કચેરી, આહવા ખાતે પણ પ્રાયોજના વહીવટદારનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. ડાંગની શ્રેષ્ઠ કામગીરીનું વર્ણન કરતા તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડાંગ જિલ્લાને એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ પીએમએવાય અંતર્ગત નવી દિલ્હી ખાતે એવોર્ડ પ્રાપ્ત કરી ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું.

હિસાબી અધિકારી આર.બી.ચૌધરી, આંકડા અધિકારી કિરીટભાઈ પટેલ, જલ્પાબેન સહિત ગ્રામ વિકાસ એજન્સી કચેરી સ્ટાફ તેમજ પ્રાયોજના કચેરી સ્ટાફ દ્વારા બઢતીથી વિદાય લઇ રહેલા જયસુખભાઈ પટેલને શાલ ઓઢાડી, શ્રીફળ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી વિદાય આપી હતી.

ABOUT THE AUTHOR

...view details