ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ: સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો - Dang news today

ડાંગ: જિલ્લામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાકરપાતળ ખાતે, ગ્રામ સેવા ટ્રસ્ટ-ખારેલ, નવસારી દ્વારા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને 25થી 60 વર્ષના વય જૂથની મહિલાઓનું સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઈરોઈડ, સિકલસેલ જેવા રોગોની તપાસ અને સારવાર કરવામાં આવી હતી.

Dang
Dang

By

Published : Nov 26, 2019, 7:48 PM IST

સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના 15થી વધુ ગામોની 200 થી વધારે દર્દીઓએ આ સર્વરોગ નિદાન સારવાર કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સંજય શાહ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ડી.સી.ગામીત, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પાઉલ વસાવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાકરપાતળના ડૉ. સ્વાતી પવાર અને તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.

ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. હર્ષા પટેલ અને તેમની ટીમ દ્વારા ગરીબ દર્દીઓને નિઃશુલ્ક નિદાન સારવારની સાથે સાથે આરોગ્યની ટીમ દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details