- રાજ્યનાં ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
- લોકડાઉનથી ત્રાસી ગયેલ પ્રવાસીઓ મઝા માણવા સાપુતારા પહોંચ્યાં
- પ્રવાસીઓનાં કારણે સ્થાનિક લોકોને રોજગારી
સાપૂતારા: રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં કોરોનાનાં કેસોમાં ઘટાડો થતાં જ સાપુતારા ધમધમતું થયું છે. તંત્ર દ્વારા જોવાલાયક સ્થળો અનલોક કરતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 2 મહિનાથી સાપુતારામાં લારી ગલ્લા એસોસિએશને સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો હતો. હોટલોમાં નહિવત બુકિંગ જોવા મળતું હતું. પરંતુ છેલ્લા અઠવાડિયાથી હોટેલો હાઉસફુલ જોવા મળે છે.
સાપુતારા અનલોક થતાં હોટેલોનું બુકિંગ વધ્યું
શિલ્પી હોટેલ મેનેજર આનંદ કુમાર ઝા જણાવે છે કે ગત મહિનાઓમાં ફેલાયેલી કોરોનાં મહામારી દરમિયાન હોટેલના બુકિંગ કેન્શલ થતાં હતાં. પરંતુ હાલ શહેરોમાં કોરોનાનાં કેસો હળવા થતાં હોટેલના બુકિંગ માં વધારો થયો છે. છેલ્લાં એકવર્ષ થી હોટેલો નાં ધંધા ઉધોગ હવે થાળે પડી રહ્યા છે. સરકાર ની ગાઈડલાઈનનું તેઓ અનુસરણ કરી રહ્યા છે જેમાં પેરા ગલાઈડિગ વગેરે એડવેન્ચર એક્ટિવિટીઓ ખુલી છે પરંતુ સ્વિમિંગ પુલ તેમજ જિમ ને પરવાનગી આપવામાં આવી નથી પરંતુ બોટીંગ ખુલ્લું હોવાથી પ્રવાસીઓ બોટીંગ ની મઝા માણી રહ્યા છે.
આ પણ વાંચો : સાપુતારા બોર્ડર પર RT-PCR રિપોર્ટ હશે તો જ વાહનચાલકોને પ્રવેશ અપાશે
સુરતિઓની વિકેન્ડ રજા માટે સાપુતારા પહેલી પસંદ