ડાંગઃ પ્રાપ્ત વિગતો અનુસાર સાચા આદિવાસી લડત સાથેની વાટાઘાટ તથા સમજૂતીના આધારે બોગસ પ્રમાણપત્રનાં આધારે સાચા આદિવાસી સમાજ ઉપર બંધારણીય તરાપ હોવાનું જણાવતા ડાંગ જિલ્લા BTS પાર્ટી દ્વારા જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકામાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આદિવાસીઓના બોગસ પ્રમાણપત્ર બાબતે ડાંગ BTS પાર્ટીનું આવેદન
RBCને આપેલા આદિવાસીઓના બોગસ પ્રમાણપત્ર રદ કરવાની માગ સાથે ડાંગ જિલ્લાનાં ત્રણ તાલુકાઓમાં ડાંગ BTS પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.
જૂનાગઢ, જામનગર તથા પોરબંદર વિસ્તારનાં કેટલાક કુટુંબ, ગીર,બરડા, આલેચ વિસ્તારમાં પશુપાલનના ઉદ્દેશ્યથી વસવાટ કરતા તે સમયમાં 480 કુટુંબ વસવાટ કરતા હતા. આ સમુદાયોને આદિવાસીના પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે. જે બાબતે વિરોધ નથી પરંતુ, સૌરાષ્ટ્ર વિસ્તારનાં જિલ્લાઓમાં વસવાટ કરતા R.B.C સમુદાયનાં લોકોને બોગસ પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે તે બિન બંધારણીય છે તેમ આવેદનમાં જણાવ્યું હતું. આ સાથે જ બોગસ પ્રમાણપત્રો આપવાના કારણે 6 જેટલા પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ પ્રસંગે ડાંગ ભીલીસ્થાન ટાઇગર સેનાના પ્રમુખ રાકેશભાઈ પવાર સહિત કાર્યકતાઓ ઉપસ્થિત રહયા હતા.