ગુજરાત વિધાનસભાની ડાંગ- 173 બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. આ બેઠક ઉપર 2017માં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવેલા મંગળ ગાવીતે રાજ્યસભાની ચૂંટણી સમયે જ રાજીનામું આપી દેતાં આ બેઠક ખાલી પડી છે. જે બેઠક માટે 3 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે.
વર્ષ 1975માં ડાંગ- વાંસદા બેઠક અસ્તિત્વમાં આવી
વર્ષ 1975મા ડાંગ- વાંસદા બેઠક અસ્તિત્વમાં આવી. ગુજરાત વિધાનસભા અને લોકસભાની બેઠકો અનુસૂચિત જાતિ અને જનજાતિની કુલ વસ્તીની સરેરાશને આધારે નક્કી કરવામાં આવે છે. જેમાં હાલ 2001ની વસ્તીના આધારે 2006માં આરક્ષિત બેઠકો અંગેનું સીમાંકન બહાર પાડવામાં આવ્યું છે. હવે પછી 2026માં નવું સીમાંકન બહાર પડશે. હાલ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે અને લોકસભાની 26 બેઠકો છે. જેમાં વિધાનસભાની સામાન્ય બેઠકોની સંખ્યા 142, અનુસૂચિત જાતિની બેઠકો 13 જ્યારે અનુસૂચિત જનજાતિની( આદિવાસી) બેઠકો 27 છે.
ડાંગ વિધાનસભાની બેઠકમાં 1975થી ઉમેદવારો અને હરીફ અંગેનો વિશેષ અહેવાલ 2007થી ડાંગવ બેઠકને ઓળખ મળી
1975 બાદ ડાંગ-વાંસદા વિધાનસભા અસ્તિત્વમાં આવી છે. ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે. જે બાદ 2007થી ડાંગ-વાંસદા બેઠકમાંથી ફક્ત ડાંગ બેઠક ફાળવવામાં આવી જેમાં આહવા, વઘઇ અને સુબિર તાલુકા સમાવિષ્ટ છે. ડાંગ વિધાનસભા બેઠક ઉપર અત્યાર સુધી વિવિધ ટર્મ માટે કુલ 6 ઉમેદવારો બન્યાં છે. જેમાં ઉમેદવારોનાં ઉતાર-ચડાવ થતાં રહ્યાં છે. આ લિસ્ટમાં ડાંગ- વાંસદા બેઠક ઉપર સૌથી વધુ વખત ચૂંટાઈ આવનારા નેતા માધુભાઈ ભોય છે. જે પ્રથમ વાર JDU પાર્ટી તરફથી ચૂંટાઈ આવ્યાં હતાં. ત્યારબાદ ત્રણ ટર્મ કોંગ્રેસ પક્ષ તરફથી ધારાસભ્ય પદ સંભાળી ચૂક્યાં છે. જે બાદ હાલમાં રાજીનામું આપી ચૂકેલા માજી ધારાસભ્ય મંગળ ગાવીત બે વખત ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે અન્ય ઉમેદવારો જેઓ 1975 બાદ ફક્ત એક વખત ચૂંટાઈ આવ્યાં છે.
- 1975 ( પાંચમી વિધાનસભા)થી ઉમેદવાર અને હરીફ ઉમેદવારની યાદી
- 1975 - વિજેતા ઉમેદવાર - બાગુલ ભાષકરભાઈ લક્ષમણભાઈ - પાર્ટી NCO - મત 12529 - લીડ 4162
- 1975 - હરીફ ઉમેદવાર - ગાવીત રતનભાઈ ગોવિંદભાઈ - કુલ મત- 8368
- 1980 - વિજેતા ઉમેદવાર - પટેલ ગોવિંદભાઈ માહુજભાઈ - પાર્ટી INC - મત 14763 - લીડ 6492
- 1980 - હરીફ ઉમેદવાર - બાગુલ ભાષકરભાઈ લક્ષમણભાઈ - કુલ મત- 8271
- 1985 - વિજેતા ઉમેદવાર - પટેલ ચંદરભાઈ હરિભાઈ - પાર્ટી INC - મત 20408 - લીડ 14351
- 1985 - હરીફ ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - કુલ મત- 6057
- 1990 - વિજેતા ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - પાર્ટી JDU - મત 26941 - લીડ 8116
- 1990 - હરીફ ઉમેદવાર - પટેલ ચંદરભાઈ હરિભાઈ - કુલ મત- 18825
- 1995 - વિજેતા ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - પાર્ટી INC - મત 46469 - લીડ 24798
- 1995 - હરીફ ઉમેદવાર - રામુભાઈ ડી. ઠાકરે - કુલ મત- 21671
- 1998 - વિજેતા ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - પાર્ટી INC - મત 28610 - લીડ 6425
- 1998 - હરીફ ઉમેદવાર - પવાર દશરથભાઈ સોબાનભાઈ - કુલ મત- 22185
- 2002 - વિજેતા ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - પાર્ટી INC - મત 28610 - લીડ 10147
- 2002 - હરીફ ઉમેદવાર - ભોયે વિજયભાઈ રમેશભાઈ - કુલ મત- 27188
- 2007 - વિજેતા ઉમેદવાર - પટેલ વિજયભાઈ રમેશભાઈ - પાર્ટી BJP - મત 56860 - લીડ 7883
- 2007 - હરીફ ઉમેદવાર - ભોયે માધુભાઈ જેલ્યાભાઈ - કુલ મત- 48977
- 2012 - વિજેતા ઉમેદવાર - ગાવીત મંગળભાઈ ગંગાજીભાઈ - પાર્ટી INC - મત 45637 - લીડ 2422
- 2012 - હરીફ ઉમેદવાર - પટેલ વિજયભાઈ રમેશભાઈ - કુલ મત- 43215
- 2017 - વિજેતા ઉમેદવાર - ગાવીત મંગળભાઈ ગંગાજીભાઈ - પાર્ટી INC - મત 57820 - લીડ 768
- 2017 - હરીફ ઉમેદવાર - પટેલ વિજયભાઈ રમેશભાઈ - કુલ મત- 57052
ડાંગ બેઠક કોંગ્રેસનો ગઢ
ડાંગ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. અહીં આ બેઠક ઉપરથી સૌથી વધુ વખત કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે JDU અને BJP ને ફક્ત એકવાર જીત મળી છે. આ બેઠક ઉપર મહિલાઓની સરખામણીમાં દરેક વખતે પુરુષોએ દાવેદારી નોંધાવી. ગુજરાતની 14મી વિધાનસભામાં 2017માં મંગળભાઈ ગાવીતનાં રાજીનામાં બાદ પ્રથમ વખત પેટા ચૂંટણી યોજાનાર છે.