ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસના કારણે 45 વર્ષીય શખ્સનુ મોત

ડાંગ જિલ્લામાં કોરોનાથી શનિવારના રોજ 45 વર્ષીય શખ્સનું મોત નિપજ્યું હતું. આ સાથે જ ડાંગમાં મૃત્યુનો આંકડો 2 થયો હતો. જિલ્લામાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 161 ઉપર પહોચ્યો છે.

ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસના કારણે 45 વર્ષીય શખ્સનુ મોત
ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસના કારણે 45 વર્ષીય શખ્સનુ મોત

By

Published : Jan 17, 2021, 8:38 PM IST

  • ડાંગમાં કોરોનાથી એક શખ્સનું મોત
  • 45 વર્ષીય યુવક આહવા કોવિડ કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો
  • જિલ્લામાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 161 થઈ

ડાંગઃ જિલ્લામાં ધીમીગતીએ કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યુ છે. જિલ્લામાં વધુ 2 પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 161 પર પહોચ્યો છે. હાલમાં જિલ્લામાં કુલ 23 એક્ટિવ કેસ છે. આહવાનાં 45 વર્ષીય શખ્સનું કોરોનાનાં કારણે સારવાર દરમિયાન મોત નિપજતા જિલ્લામાં કુલ મૃંત્યુનો આંક 02 ઉપર પહોચ્યો છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 2 ના મોત નોંધાયા

મૃત્યું પામનારો આહવાનો આ શખ્સ છેલ્લાં 15 દીવસથી આહવા કોવિડ કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. આ વ્યક્તિનું કોરોનાનાં કારણે મોત નિપજતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ હતુ. આ પહેલા પંચમહાલ જિલ્લાનાં અને ડાંગમાં નોકરી કરતા 42 વર્ષીય યુવકનું કોરોનાનાં કારણે મોત નોંધાયુ હતુ. ડાંગ જિલ્લામાં કોરોના વાઈરસનાં કારણે માત્ર 2 વ્યક્તિઓનાં મોત નોંધાયા છે.

જિલ્લામાં 138 દર્દીઓ સ્વસ્થ થયા, કુલ એક્ટિવ કેસ 23

ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 161 પર પહોચી છે. જેમાંથી 138 જેટલા દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. હાલમાં આહવા કોવિડ હોસ્પિટલમાં 23 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાં વાઈરસનું સંક્રમણ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા મુખ્ય માર્ગો ઉપર કોરોનાં વાઈરસથી બચવું અને ફરજીયાત માસ્ક પહેરવા માટે સૂચનો કરાય છે. ડાંગ જિલ્લામાં 7 દિવસ પહેલાં આહવા પોલીસ લાઇન ખાતે એક યુવતીનો કોરોનાં ટેસ્ટ પોઝિટિવ આવતાં અન્ય પોલીસ કર્મીઓનો પણ કોરોનાં ટેસ્ટ પોઝિટિવ આવ્યાં હતાં. જેમાં 10 પોલીસ કર્મીઓ કોરોનાં રિપોર્ટ પોઝિટિવ નોંધાયા હતાં. આહવામાં પોલીસ લાઈનમાં રહેતા 34 વર્ષીય યુવકનો કોરોનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે અન્ય એક આહવા ખાતે રહેતા 45 વર્ષીય શખ્સનો રિપોર્ટ કોરોનાં પોઝિટિવ આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details