ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરણમાં 9માં ભણતી તરુણીને યુવકે ગર્ભપાત કરાવી તરછોડી, પોલીસ ફરિયાદ નોંધાઈ - ડાંગ બલાત્કાર ન્યુઝ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના અંતરીયાળ ગામમાં સગીરે નજીકના ગામની તરુણીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. વાંરવાર દુષ્કર્મ આચર્યું હોવાથી તરુણીને ગર્ભ રહી ગયો હોવાથી સગીરે તરુણીની જાણ બહાર ગર્ભપાત કરાવ્યો હતો. જેને લઈ તરુણીએ પોલીસ ફરિયાદ કરી છે.

ધોરણમાં 9માં ભણતી તરુણીને યુવકે ગર્ભપાત કરાવી તરછોડી
ધોરણમાં 9માં ભણતી તરુણીને યુવકે ગર્ભપાત કરાવી તરછોડી

By

Published : Jan 31, 2021, 11:53 AM IST

  • રાજકારણીનાં પુત્રએ તરુણીને લગ્નની લાલચ આપી ફસાવી હતી પ્રેમ જાળમાં
  • તરુણીની મરજી વિરુદ્ધ વારંવાર આચર્યું દુષ્કર્મ
  • તરુણીના અશ્લીલ ફોટા પાડી વાઈરલ કરવાની આપી ધમકી
  • સાપુતારા પોલીસ મથકે નોંધાવી પોલીસ ફરિયાદ

ડાંગઃ જિલ્લાના આહવા વિસ્તારના એક રાજકારણીના પુત્રએ ધોરણ-9મા ભણતી તરુણીને લગ્ન કરવાનો વાયદો કરી તેણીને ગર્ભવતી બનાવી હતી. ગર્ભપાત કરાવી દઇ તેણીને તરછોડી દેતા તરુણીએ યુવાન અને તેની માતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. તરુણીને બે વર્ષ અગાઉ તેના નજીકના ગામમાં રહેતા સગીર સાથે લગ્ન પ્રસંગમાં મુલાકાત થઇ હતી. જે બાદ તરુણી સ્કૂલમાં તેના ગામથી બીજે ગામ જતી ત્યારે સગીરે સારા ઘરનો, સારી નોકરી કરે છે અને તેને પ્રેમ કરે છે અને તે તેની સાથે લગ્ન કરવા માંગે છે એવી લાલચ આપી તેણીનો વિશ્વાસ કેળવ્યો હતો.

યુવકે તરુણીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

તરુણી સુરતમાં નર્સિંગનો કોર્સ કરવા જતી ત્યારે પણ યુવાન અવારનવાર તેને મળવા સુરત જતો હતો. તરુણી એક દિવસ ઘરે આવવા માટે નીકળી હતી ત્યારે યુવાન તેને લેવા ગયો હતો, ત્યાંથી તરુણીને વાંસદા લઈ આવ્યો હતો. યુવાને બાઈક બગડી ગઈ હોવાનું જણાવી ગેસ્ટ હાઉસમાં રોકાઈ જવા જણાવ્યું હતું. તરુણીએ ગેસ્ટ હાઉસમાં રોકાવાની ના પાડતા યુવાને તેને વિશ્વાસમાં લઇ હું તને પ્રેમ કરું છું તારી સાથે કોઈપણ અણબનાવ નહીં બને તેવું જણાવ્યું હતું. ગેસ્ટહાઉસમાં રોકાયા બાદ યુવાને યુવતીને કોઈક દ્રવ્ય પીવડાવી તેણીના કપડા કાઢી નાખી ફોટા પાડી લીધા હતા.

યુવકે તરુણીની જાણ બહાર ગર્ભપાત કરાવ્યો

યુવક દ્વારા અશ્લીલ ફોટા વહેતા કરી દેવાની ધમકી આપી હતી. યુવાને અવારનવાર તેણીની મરજી વિરુદ્ધ શરીરસુખ માણ્યું હતું. જે દરમિયાન તરુણી ગર્ભવતી થઈ જતા તેને જાણબહાર પાણીમાં ગર્ભપાતની દવા પીવડાવી દઈ ગર્ભપાત કરાવી દીધો હતો.

તરુણીએ સગીર અને તેની માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી

તરુણીને આ અંગેની જાણ થતાં તેણી યુવકના ઘરે પહોંચી જતા સગીર અને તેની માતાએ તેને તમાચો મારી વીડિયો વહેતો કરી દેવાની ધમકી આપી હતી. આખરે તરુણીએ પોલીસનું શરણ લઈ સગીર અને તેની માતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપી ન્યાયની માગણી કરતા રાજકારણ તેમજ શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ હતી. જ્યારે પોલીસના જણાવ્યા પ્રમાણે આ જૂનો કેસ હોવાથી અરજી નોંધી છે એની તપાસ થયા બાદ યુવક સામે એફઆઈઆર કરી તેની ધરપકડ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details