ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ કોરોના અપડેટ: 24 કલાકમાં 8 દર્દીઓ પોઝિટિવ નોંધાયા, કુલ કેસની સંખ્યા 593 થઈ - New case of corona in Dangs

ડાંગ જિલ્લામાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. નવા કેસની સાથે જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા 593 થઈ છે. જેમાંથી 513 દર્દીઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 24 દર્દીઓના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાંથી 9 દર્દીઓને રજા આપવામાં આવી છે.

ડાંગ કોરોના અપડેટ
ડાંગ કોરોના અપડેટ

By

Published : May 10, 2021, 9:59 PM IST

  • જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 8 કેસ નોંધાયા
  • જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 24ના મોત થયા
  • જિલ્લામાં હાલ 80 કેસ એક્ટિવ

ડાંગઃ જિલ્લામાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ નવા કેસ સાથે જિલ્લામાં કુલ 593 કેસ નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 513 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 80 કેસ એક્ટિવ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાંથી 9 દર્દીઓને રજા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ડાંગ કોરોના અપડેટ: 24 કલાકમાં 11 નવા કેસો નોંધાયા, 1 મોત

846 વ્યક્તિઓને હોમ કોરેન્ટાઈન કરાયા

આ એક્ટિવ કેસ પૈકી 11 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા અને 2 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે તથા 67 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યાં છે.કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 846 વ્યક્તિઓને હોમ કોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 9712 વ્યક્તિઓના હોમ કોરેન્ટાઈન પૂર્ણ થયા છે. ડાંગ જિલ્લામાં કોરોનાને કારણે નોંધાયેલા મૃત્યુની વિગતો જોઈએ તો જિલ્લામા કુલ 24 દર્દીના મૃત્યુ નોંધાયો છે.

જિલ્લામાં નવા કેસ કઈ જગ્યાએથી નોંધાયા

આજે સોમવારે નોંધાયેલા 8 પોઝિટિવ કેસની વિગતો જોઈએ તો આહવા ખાતે 20 અને 32 વર્ષીય યુવક તથા 21 વર્ષીય યુવતી, પીંપરી ખાતે 28 વર્ષીય યુવક, બિલબારીનો 30 વર્ષીય યુવક, નાનાપાડાનો 26 વર્ષીય યુવક, રંભાસનો 33 વર્ષીય પુરૂષ અને શિવારીમાળ ખાતે 48 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details