ડાંગ: ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલી દેશની 7મી આર્થિક ગણતરીની કામગીરીમાં, ડાંગ જિલ્લાના 311 ગામોમાં 351 બ્લોકની 216 ગણતરીદારો અને 58 સુપરવાઈઝરો દ્વારા 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
તાજેતરમાં ડાંગ કલેક્ટર એન.કે. ડામોરની અધ્યક્ષતામાં આહવા ખાતે યોજાયેલી એક બેઠકમાં કલેક્ટર દ્વારા કામગીરીની વિગત, નિયત સમય મર્યાદામાં પ્રથમ રાઉન્ડની કામગીરી પૂર્ણ કરવા બદલ કર્મયોગીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના 311 ગામો પૈકી 308 ગ્રામ્ય અને 3 શહેરી વિસ્તારના કુલ 351 બ્લોક છે. જે પૈકી 308 ગ્રામીણ અને 43 શહેરી બ્લોક માટેની આર્થિક ગણતરીની કામગીરી માટે 216 ગણતરીદારો, અને 58 સુપરવાઈઝરોની નિયુક્તિ કરવામાં આવી છે.
ડાંગ જિલ્લામાં 7મી આર્થિક ગણતરીની કામગીરી પૂર્ણ કરાઇ
ડાંગ જિલ્લામાં ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલી દેશની 7મી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 311 ગામમાં 216 ગણતરીદારો અને 58 સુપરવાઈઝરો દ્વારા 100 ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે.
ડાંગ જિલ્લામાં 7મી આર્થિક ગણતરીની કામગીરી પૂર્ણ કરાઇ
ગણતરીદારો દ્વારા આર્થિક ગણતરીની કામગીરી 100 ટકા પૂર્ણ કરવા સાથે, સુપરવાઈઝરો દ્વારા પણ ચકાસણીની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં દ્વિતીય કક્ષાના સુપરવિઝન માટે કરવાની થતી કામગીરી નિયુક્ત ઉચ્ચાધિકારીઓ દ્વારા હાથ ધરાશે.