- જિલ્લામાં 6 પોઝિટિવ કેસો સામે આવ્યાં
- જિલ્લામાં કુલ મોતનો આંકડો 6 ઉપર પહોંચ્યો છે.
- કુલ કોરોનાં દર્દીઓની સંખ્યા 293 થઇ
ડાંગઃજિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહ તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામા કુલ 293 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 231 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે 14 એપ્રિલ સુધી 62 કેસો એક્ટિવ છે. એક્ટિવ કેસો પૈકી 12 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 6 દર્દીઓ ડેઝિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (આયુર્વેદિક હોસ્પિટલ) અને 44 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે. જિલ્લામાં કોરોનાં કારણે 6 વ્યક્તિઓના મોત થયા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 891 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 7,323 વ્યક્તિઓના હોમ ક્વોરેન્ટાઈનનો સમય પૂર્ણ થયા છે.
આ પણ વાંચોઃ મનપા સંચાલિત હોસ્પિટલને સંપૂર્ણ કોવીડ-19માં ફેરવાઈ