ડાંગ: ગિરિમથક સાપુતારાનું જીવાદોરી સમાન સર્પગંગા તળાવ વરસાદી માહોલમાં છલકાયું છે. ચોમાસાની સિઝનનો 50 ઈંચ વરસાદ થયા બાદ સાપુતારાનું તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ડાંગમાં મોસમનો 50 ઇંચ વરસાદ નોંધાયો, સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો થયું - ડાંગમાં મોસમનો 50 ઇંચ વરસાદ નોધાયો
ગિરિમથક સાપુતારાનું જીવાદોરી સમાન સર્પગંગા તળાવ વરસાદી માહોલમાં છલકાયું છે. ચોમાસાની સિઝનનો 50 ઈંચ વરસાદ થયા બાદ સાપુતારાનું તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
![ડાંગમાં મોસમનો 50 ઇંચ વરસાદ નોંધાયો, સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો થયું ડાંગમાં મોસમનો 50 ઇંચ વરસાદ નોધાયો, સાપુતારા સર્પગંગા તળાવ છલોછલ ભરાય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8542027-thumbnail-3x2-hehhhhh.jpeg)
રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે સ્થાનિકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવતું સર્પગંગા તળાવમાં પાણીનાં સ્તર નીચા જતા અછતની સંભાવના ઉભી થઇ હતી. જોકે, વૈશ્વિક કોરોનાની મહામારીનાં લોકડાઉનમાં, શાળા, હોટલો બંધ રહેતા પાણીનો વેડફાટ ઓછો થયો હતો.
હાલમાં બે સપ્તાહથી વરસાદી મહેર જારી રહેતા સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો થઈ ગયુ હતુ. હાલમાં સર્પગંગા તળાવની સાથે નવાગામનાં તળાવમાં પણ પાણીનો સંગ્રહ થતા હવે બન્ને નવા તળાવમાં નવા નીરની આવકથી પાણી સંગ્રહ થઇ રહ્યું છે. ગિરિમથક સાપુતારાનું હાર્દ સમું સર્પગંગા તળાવ છલોછલ થઈ ઉભરાય જતા નયનરમ્ય વાતાવરણ સર્જાયુ છે.