ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગની સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 45 નવજાત બાળકોનાં મોત

ડાંગઃ આહવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2019 દરમિયાન 45 બાળશિશુનાં મોત નોંધાયા છે. ડિસેમ્બર માસમાં 4 શિશુના મોત થયા હતા.

dang
ડાંગની સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 45 શિશુના મોત

By

Published : Jan 6, 2020, 8:16 PM IST

ડાંગ જિલ્લાના આહવામાં આવેલા અદ્યતન સુવિધાઓથી સજ્જ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા વર્ષ દરમિયાન 45 બાળશિશુના મોતના આંકડા સામે આવ્યાં છે. ડિસેમ્બર માસ દરમિયાન 4 બાળકોના મોત થયા હતા. આહવા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડૉ.રશ્મિકાંત કોકણીએ જણાવ્યું હતું કે, આહવા સિવિલ હોસ્પિટલમાં ઇન બોર્ન 18 બાળકો જ્યારે આઉટ બોર્નના 27 બાળકોના મરણ થયાં છે.

બાળકોના મૃત્યુદર અંગે તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગના કેસોમાં બાળકોનું વજન ઓછું હોવાના કારણે બાળ મૃત્યુદરમાં વધારો થાય છે. જ્યારે અન્ય બાળકોને ઇન્ફેક્શન જેવી અન્ય બીમારીઓના કારણે તેમના મોત થયા છે. હોસ્પિટલમાં ન્યુ બોર્ન અને આઉટ બોર્ન બાળકો માટે અલગ અલગ વોર્ડની સુવિધાઓ છે.

ડાંગની સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 45 શિશુના મોત
ડાંગ જિલ્લામાં જૂની પરંપરાઓ આજે પણ પ્રચલિત છે. ત્યારે અમુક કેસોમાં ઘરમાં જ સુવાવડ કરવાની પ્રથા બાળ મૃત્યુદર વધવાનું કારણ હોઈ શકે. જોકે હવે લોકો જાગૃત બન્યાં છે. હોસ્પિટલમાં જ ડિલિવરી થાય એવો આગ્રહ રાખે છે. આ ઉપરાંત ગર્ભવતી મતાઓને પૂરતાં પ્રમાણમાં પોષણ ન મળી રહેવાના કારણે પણ બાળ મૃત્યુદર વધ્યું છે.

ABOUT THE AUTHOR

...view details