ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાનાં વઘઇમાં 16 વર્ષના 4 તરૂણો કોરોનાથી સંક્રમિત થયા - corona virus cases of dang

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતેની આદર્શ નિવાસી શાળામાં ભણતા 16 વર્ષનાં 4 તરૂણોનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા સંકુલમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. શનિવારે સમગ્ર ડાંગ જિલ્લામાં કુલ 8 વ્યક્તિઓનાં કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંકડો 254 પર પહોંચ્યો છે.

ડાંગ
ડાંગ

By

Published : Apr 10, 2021, 7:40 PM IST

  • જિલ્લામાં શનિવારે કુલ 8 કેસ પોઝિટિવ
  • વઘઇમાં 16 વર્ષના 4 બાળકો કોરોનાથી સંક્રમિત
  • આરોગ્ય તંત્ર થયું દોડતું

ડાંગ: ડાંગ જિલ્લાના વઘઇ ખાતેની આદર્શ નિવાસી શાળામાં ભણતા 16 વર્ષના 4 તરૂણોનો એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું. આરોગ્ય વિભાગે આ બાળકોને તાત્કાલિક ધોરણે વઘઇથી આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

આ બાળકો 60 વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા

રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. ત્યારે રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ કોરોના વાઇરસનાં પોઝિટિવ કેસોમાં વિસ્ફોટક રીતે વધારો જોવા મળી રહ્યો છે. ગતરોજ ડાંગ જિલ્લામાં 18 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા બાદ શનિવારે ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતેની આદર્શ નિવાસી શાળામાં ભણતા 16 વર્ષના 4 તરૂણોનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આદર્શ નિવાસી વઘઇ ખાતે ભણતા ચારેય તરૂણો તેઓની સાથેનાં 60 વિદ્યાર્થીઓનાં સંપર્કમાં આવ્યા હોવાની જાણ આરોગ્ય વિભાગને થતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ બાળકોના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોઝિટિવ દર્દીઓને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

ડાંગની વઘઇ નિવાસી શાળામાં ભણતા 4 બાળકોનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તાત્કાલીક સારવારનાં અર્થે વઘઇથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ડાંગ જિલ્લાનાં વઘઇમાં બાળકોનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા પોલીસ વિભાગ દ્વારા કોરોના સંક્રમણથી બચવા માટે તેમજ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા માટેની વઘઇ નગરજનોને અપીલ કરી હતી.

જિલ્લામાં અત્યાર સુધી કુલ 254 દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે

ડાંગ જિલ્લામાં આજરોજ વઘઇ શાળાનાં 04 વિદ્યાર્થીઓ સહિત વઘઇનો 58 વર્ષીય પુરુષ, ચિચીનાગાંવઠાનો 63 વર્ષીય વૃધ્ધ, સરવરનો 42 વર્ષીય પુરુષ, તથા આહવા આંબાપાડાનો 53 વર્ષિય પુરૂષનો કોવિડ ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ આંકડો 254 પર પહોંચ્યો છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 201 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આમ આદમી પાર્ટી દ્વારા RT PCR ટેસ્ટ માટે વાહન ફાળવણીની માગ

આજની તારીખે 53 દર્દીઓ એક્ટીવ હોય સારવાર હેઠળ રખાયા છે. ડાંગ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના વાઇરસનાં કેસોમાં વધારો થતા આજરોજ આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા આહવા,વઘઇ, સુબિર મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી RT PCR ટેસ્ટ માટે જાહેરમાં વાહન ફાળવવાની રજૂઆત સાથે માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details