ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 3962 ગેસ સિલિન્ડર વિતરણ કરાયાં - dang news

ભારત સરકારે આગામી ત્રણ મહિના માટે એટલે કે એપ્રિલથી જૂન-2020 સુધીમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે પ્રતિમાસ 1 ગેસ સિલિન્ડર મફત આપવાનું જાહેર કર્યું છે. જેથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ ખુબ ખુશ થયા છે અને સરકારનો આભાર માન્યો છે.

ડાંગ જિલ્લામાં ઉજ્જવલા યોજનાના
ડાંગ જિલ્લામાં ઉજ્જવલા યોજનાના

By

Published : Apr 20, 2020, 11:46 AM IST

ડાંગઃ ભારત સરકારે આગામી ત્રણ મહિના માટે એટલે કે એપ્રિલથી જૂન-2020 સુધી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે પ્રતિમાસ 1 ગેસ સિલિન્ડર મફત આપવાનું જાહેર કર્યું છે. હાલમાં કોરોના વાઇરસના કારણે ભારત સરકાર દ્વારા લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું છે, ત્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે સરકારે સંવેદનશીલ નિર્ણય લઇ તાત્કાલિક યોજનાનો અમલ શરૂ કરી દીધો છે.

આ યોજનામાં ઓઈલ માર્કેટીંગ કંપની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ખાતામાં અગાઉથી 14.2 કિ.ગ્રા.રિફિલની જે કિંમત હોય તેટલા જ નાણાં અગાઉથી બેંક ખાતામાં જમા કરશે. ડિસ્ટ્રીક્ટ સપ્લાય ઓફિસર અને મામલતદાર પ્રતિક કુમાર પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં કુલ 19,536 લાભાર્થીઓ પૈકી 3,963 લાભાર્થીઓને ગેસ રિફિલ વિતરણ કરવામાં આવી છે. તમામ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરવાનું શરૂ થઇ ગયું છે.

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ અગાઉથી જમા થયેલા નાણાં ગેસના બોટલ માટે જમા રાખવાના રહેશે. પ્રથમ વખત મેળવેલા ગેસ સિલિન્ડરના 15 દિવસ બાદ જ બીજા ગેસ સિલિન્ડર માટે બુકિંગ કરી શકશે. તથા પ્રથમ માસમાં બોટલ નહીં લેવામાં આવે તો અગાઉ જમા થયેલા પૈસામાંથી જ બોટલ મળશે. તેના માટે ફરી પૈસા જમા નહીં થાય.

જો લાભાર્થી આ ત્રણ માસમાં ગેસ સિલિન્ડર રીફિલ ન કરાવે તો 31 માર્ચ 2021 સુધી લાભ મેળવી શકશે. આ અંગે ડાંગ જિલ્લા લીડબેંક મેનેજર રાજેન્દ્રભાઇ પટેલ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના લીંક થયેલા બેંક ખાતામાં ગેસ સિલિન્ડરના હાલના ભાવ મુજબ પૈસા જમા કરવામાં આવી રહ્યાં છે. પરંતું ગ્રાહકોનું બેંક એકાઉન્ટ ચાલુ હોવુ જોઇએ. તેમજ કે.વાય.સી. કરવાનું બાકી ન હોવું જોઇએ.

ડાંગ જિલ્લાના દરેક ગૃપ ગ્રામ પંચાયતના વી.સી.ઈ.દ્વારા ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં નાણાં જમા થયેલા છે કે, કેમ તે જાણી શકાય છે. માટે આ યોજનાના લાભાર્થીઓએ જિલ્લા મથક આહવા કે, પોતાના તાલુકા મથક સુધી આવવાની જરૂર નથી. ગેસ રીફિલ માટે પોતાના રજીસ્ટર્ડ મોબાઇલથી બુકિંગ કરાવવાનું રહેશે. ગ્રાહકો ગભરાય નહીં અને લોકડાઉનના સમય ગાળા માટે કોર્પોરેશનની એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશીપમાં ગેસ સિલિન્ડરનો પુરતો જથ્થો છે. તકેદારીના ભાગરૂપે ચલણી નોટોનું બિનજરૂરી સંચાલન ટાળી ડિજીટલ ચુકવણીનો આગ્રહ રાખવો હિતાવહ છે.

ધવલીદોડના ઉજ્જવલા યોજનાના લાભાર્થી તેરૂબેન એ બંગાળે જણાવ્યું હતું કે,અમને આ યોજનાનો લાભ મળ્યો છે. લોકડાઉનના આ સમયમાં અમારી પાસે પૈસા ન હતા, પરંતુ સરકારે મારા બેંક ખાતામાં અગાઉથી જ ગેસ સિલિન્ડરના પૈસા જમા કરાવી દીધા છે. સરકારે અમારી ચિંતા કરી જ છે. અમને ખૂબ આનંદ છે.

ABOUT THE AUTHOR

...view details