ડાંગ: ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. ડાંગ જિલ્લામાં નવા 3 કેસ નોંધાયા છે. આહવામાં 2, સાકરપાતળમાં 1 કેસ નોંધાયા છે. આ સાથે ડાંગ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 57 થઇ છે. ગત ઓગસ્ટ મહિનાથી ડાંગ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
ડાંગ કોરોના અપડેટ: જિલ્લામાં 3 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 57એ પહોંચ્યો - covid 19 in gujarat
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાના કારણે હજારો લોકોના મોત થયા છે. ડાંગ જિલ્લામાં નવા 3 કેસ નોંધાયા છે. આહવામાં 2, સાકરપાતળમાં 1 કેસ નોંધાયા છે. આ સાથે ડાંગ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 57 થઇ છે.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે બે મહિલા, જ્યારે વધઇ તાલુકાના સાકરપાતળ ગામે એક યુવક કોરોના પોઝિટિવ થયો છે. આ દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના રહેણાંક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તથા બફરઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરી હતી.
ડાંગ જિલ્લાના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં 57 થઇ છે. જ્યારે 19 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. તેમજ 38 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વધુમાં 15 જેટલા કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કેસ સામે આવ્યો નથી.