ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ કોંગ્રેસમાં મોટું ગાબડું, 25 બાગી આગેવાનો ભાજપમાં જોડાયા - કેબીનેટ પ્રધાન ગણપત વસાવા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ડાંગમાં ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં કદાવર નેતા ચંદરભાઈ ગાવીત અને બાબુભાઈ ભાજપ પક્ષમાં જોડાઈ જતાં ડાંગ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આજરોજ શનિવારે આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ પક્ષની મીટીંગ યોજવામાં આવી હતી. જે મીટીંગમાં ભાજપના મંત્રી, મહામંત્રી અને ધારાસભ્ય વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Dang news
Dang news

By

Published : Dec 26, 2020, 8:22 PM IST

Updated : Dec 26, 2020, 8:56 PM IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો
  • ચૂંટણીને અનુલક્ષીને ભાજપની મીટીંગ યોજાઇ
  • ડાંગ જિલ્લાના 25 બાગી આગેવાનો ભાજપમાં જોડાયા
  • કેબિનેટ પ્રધાન ગણપત વસાવા રહ્યા હતા ઉપસ્થિત

ડાંગઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણી પહેલાં કોંગ્રેસના કદાવર નેતા ચંદરભાઈ ગાવીત અને બાબુભાઈ ભાજપ પક્ષમાં જોડાઈ જતા ડાંગ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આજરોજ શનિવારે આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ પક્ષની મીટીંગ યોજવામાં આવી હતી. જે મીટીંગમાં ભાજપના મંત્રી, મહામંત્રી અને ધારાસભ્ય વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

કોંગ્રેસના બાગી આગેવાનોએ કોંગ્રેસનો છેડો ફાડી ભગવો ધારણ કર્યો

ડાંગ જિલ્લામાં ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ ન મળતાં ચંદર ગાવીત નારાજ જણાઈ રહ્યા હતા. કોંગ્રેસ પક્ષમાં અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવતા ચંદર ગાવીત નિષ્ક્રિય બની ગયાં હતાં. જેનાં કારણે ભાજપ પક્ષને જંગી બહુમતી સાથે વિજય પ્રાપ્ત થયો હતો. જે બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી છે ત્યારે ચૂંટણી પહેલાં કોંગ્રેસના 25 બાગી આગેવાનોએ ભગવો ધારણ કરી લીધો છે. અને આગેવાનોની સાથે તેમના સમર્થકોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

ડાંગ કોંગ્રેસના 25 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
મંગળ ગાવીતના રાજીનામાં બાદ ડાંગ જિલ્લામાં રાજકીય પરિવર્તન
ડાંગ જિલ્લાનાં માજી ધારાસભ્ય મંગળ ગાવીતે રાજ્ય સભાની ચૂંટણીના સમયે રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જે બાદ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાતા ભાજપના ઉમેદવારને જંગી બહુમતી અપાવી હતી. મંગળ ગાવીત અને ચંદર ગાવીત બન્ને નેતા ડાંગ કોંગ્રેસ પાર્ટીનાં પીઠબળ હતાં. ચંદર ગાવીતને કોંગ્રેસની ટિકિટ ન મળતાં તેઓ નારાજ હતાં. જે બાદ મંગળ ગાવીત ભાજપમાં જોડાઈ જતાં તેની સાથે કોંગ્રેસનાં દરેક કદાવર નેતાઓએ ભગવો ધારણ કર્યો છે.
આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક બેઠક ઉપર જીત મેળવવાનું ભાજપનું લક્ષ્ય
આજરોજ કોંગ્રેસના નેતાઓ ભાજપ પક્ષમાં જોડતા કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાની જનતા એ પેટા ચૂંટણીમાં જંગી બહુમતી આપી છે. જે બાદ કોંગ્રેસના મુખ્ય આગેવાનો ભાજપ પક્ષમાં જોડાઈ ગયા છે, ત્યારે ડાંગ જિલ્લાની 18 જિલ્લા પંચાયતની બેઠક અને આહવા, વઘઇ, સુબિર એમ ત્રણે તાલુકાની 16 બેઠક તેમજ કુલ 48 બેઠક પર ભાજપ પક્ષનાં ઉમેદવાર જીતશે તેમ જણાવ્યું હતું.
ડાંગ કોંગ્રેસના 25 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
પોતાના અંગત સ્વાર્થ માટે કોંગ્રેસનાં નેતા ભાજપમાં જોડાયાઃ કોંગ્રેસ
ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલમાં જે પણ કોંગ્રેસી આગેવાનો ભાજપામાં જોડાયા છે આ તમામ આગેવાનોનાં સ્ટંટ વિધાનસભાની પેટાચૂંટણીમાં અમને ખબર હતા. આ તમામ આગેવાનો પોતાના અંગત સ્વાર્થ માટે ભાજપામાં જોડાયા છે. હવે પછી આવા નેતાઓને ડાંગ કોંગ્રેસ પાર્ટીમાં કોઈ સ્થાન નથી. આ તમામ બાગી નેતાઓની જાણ મેં પ્રદેશમાં કરી દીધી છે.
ડાંગ જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે, ત્યારે કોંગ્રેસનાં કદાવર ગણાતાં તમામ નેતાઓ ભાજપ પક્ષમાં જોડાઈ જતાં ડાંગ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે.

Last Updated : Dec 26, 2020, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details