- આહવા- સાપુતારા નેશનલ હાઈવે પર રાત્રિના સમયે વૃક્ષ ધરાશાયી થઈ પડતા માર્ગ અવરોધાયો હતો
- જિલ્લામાં 2 માર્ગો ઓવર ટોપિંગને કારણે વ્હાનવ્યવહાર બંધ
- જિલ્લામાં બુધવારે વરસાદનું જોર ઘટ્યું, સરેરાશ 1 ઇંચ વરસાદ
ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ (Dang) જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે મેઘમહેર યથાવત રહેતા સર્વત્ર પાણીની રમઝટ જોવા મળી હતી. જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, પીંપરી, આહવા, બોરખલ, ગલકુંડ, લવચાલી, પીપલાઈદેવી, ચિંચલી, સુબિર, મહાલ, સિંગાણા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં બુધવારે પણ વરસાદી મહેરની ધબધબાટી યથાવત રહેતા આ વિસ્તારમાં આવેલા નદી, નાળા, કોતરડા અને વહેળાઓ પાણીની આવક સાથે વહેતા થયા હતા.
જિલ્લામાં વરસાદી વાતાવરણ ખીલી ઉઠ્યું
જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદી મહેર યથાવત રહેતા પ્રવાસન સ્થળોમાં ગિરિમથક સાપુતારા, વઘઇનો ગીરાધોધ, ગિરમાળનો ગીરા ધોધ અને ડોન હિલ સ્ટેશન કુદરતી સૌંદર્યનાં સરતાજની સાથે ખીલી ઉઠ્યા હતા.
વરસાદને કારણે વઘઇનાં 2 માર્ગો અવરોધાયા
જિલ્લામાં છઠ્ઠા દિવસે નોંધાયેલા વરસાદ (rain) ને કારણે જિલ્લાનાં વઘઇ તાલુકાના બે અને આહવા તાલુકાનો એક માર્ગ ઓવર ટોપિંગ (Over topping) થવાને કારણે હજુ પણ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર વઘઇ તાલુકાના (1) સુપદહાડ-સૂર્યા બરડા, (2) નાનાપાડા-કુમારબંધ માર્ગ (3) સતી વાંગણ માર્ગ પર બુધવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ વરસાદી પાણી ફરી વળવાને કારણે અવરોધાયા છે. જેમાં આહવા તાલુકાનો સતી વાંગણ કોઝવે ભારે વરસાદમાં સતત ગરક થઈ જતા આ ગામનાં લોકોને ભારે હાલાકી વેઠવાની નોબતો ઉઠી છે. હાલમાં આ માર્ગેથી આવનજાવન કરતા વાહનચાલકો તથા રાહદારીઓને પ્રશાસને સૂચવેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે.
આહવા- સાપુતારા માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ અવરોધાયો