ડાંગઃ જિલ્લાના આહવા ખાતે રવિવારના રોજ કોરોનાના 2 નવા કેસ નોંધાયા હતા. 2 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 33 થઇ છે. જેમાંથી હાલ 11 કેસ એક્ટિવ છે. જ્યારે 22 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને રજા અપાઇ છે.
ડાંગ જિલ્લાના આહવામાં કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 33 થઈ - The total figure of Dang Koro
વૈશ્વિક મહામારી કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ડાંગ જિલ્લાના આહવામાં કોરોનાના 2 નવા કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 33 થઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આહવા નગરના ડુંગરી ફળિયામાં આવેલા જાગૃતિ નગર સોસાયટીના 64 વર્ષિય પુરુષ સહિત 59 વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમને આહવા ખાતે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
ડાંગ જિલ્લામાં કુલ 33 કોરોનાના દર્દીઓ નોધાયા છે. જેમાંથી હાલ 11 દર્દીઓ સારવાર હેઠળ આહવા કોવિડ કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 22 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધી ડાંગના કુલ 13 કન્ટેનમેટ ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવેલી છે. જેમાં કોઇ કેસ મળેલા નથી.