ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ કોંગ્રેસ સમિતિના માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિત 19ને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ - Dang congress committee

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતી દ્વારા ડાંગ જિલ્લાના કૉંગ્રેસ સમિતિના બાગી 19 આગેવાનોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતા જિલ્લાના રાજકારણમાં ચહલ પહલ મચી ગઈ છે.

ડાંગ કોંગ્રેસ સમિતિના માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિત 19ને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ
ડાંગ કોંગ્રેસ સમિતિના માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિત 19ને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ

By

Published : Jun 30, 2021, 9:08 PM IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાંગ કોંગ્રેસ સમિતિના 23 સભ્યો પર કાર્યવાહી
  • 19 બાગી સભ્યોને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે બગાવત કરનાર સામે કાર્યવાહી
  • માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા સદસ્ય, સરપંચને સસ્પેન્ડ કરાયા



ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપાએ શામ, દામ અને દંડની નીતિ અખત્યાર કરતા ડાંગ જિલ્લામાંથી મોટા ગજાના નેતાઓએ કૉંગ્રેસને રામ રામ કરી કેસરીયો ધારણ કરી લીધો હતો.

ડાંગ કોંગ્રેસની સ્થિતિ કાફોડી બની હતી

આ પક્ષ પલટુ નેતાઓના પગલે ડાંગ કૉંગ્રેસની સ્થિતિ કફોડી બની હતી. ત્યારે ડાંગ જિલ્લાના કૉંગ્રેસ સમિતિના પાર્ટી પ્રમુખ મોતીલાલ ચૌધરી દ્વારા પક્ષ પલટુ અને પાર્ટીને નુકસાન પહોંચાડનાર બાગી નેતાઓની નામાવલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મોકલવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરનારને સસ્પેન્ડ કરાયા

ડાંગ કૉંગ્રેસ પાર્ટી પ્રમુખની રજૂઆતને ધ્યાનમાં લઈ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા પક્ષ વિરુદ્ધ કામ કરતા 19 આગેવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના કદાવર નેતાઓ, તાલુકા પ્રમુખ, સરપંચ, સભ્યો વગેરે 19 આગેવાનોએ કૉંગ્રેસ પક્ષ વિરુદ્ધ કામ કર્યું હતુ.

શિસ્ત ભંગ બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

આ 19 આગેવાનોએ પક્ષ વિરુદ્ધ કામગીરી કરી શિસ્ત ભંગ કરતા આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા કુલ 23 આગેવાનોમાંથી 19 કૉંગ્રેસી આગેવાનોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે.

ડાંગમાં કોંગ્રેસની હાલત કથળી

ડાંગ જિલ્લો વર્ષોથી કૉંગ્રેસનો ગઢ રહ્યો હતો. પરંતુ કૉંગ્રેસના માજી ધારાસભ્ય મંગળ ગાવીતના રાજીનામા બાદ કોંગ્રેસના કદાવર નેતાઓએ પણ કૉંગ્રેસનો હાથ છોડી દેતા કૉંગ્રેસ પાર્ટી દિશાવિહીન બની ગઈ હતી.

ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાં હાલના સમયે કોઈ કદાવર નેતા બચ્યા નથી

અગાઉ કૉંગ્રેસના 6 જેટલા કદાવર નેતાઓને પાર્ટી દ્વારા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લામાં હાલના સમયે કૉંગ્રેસ પક્ષની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. ડાંગ જિલ્લા કૉંગ્રેસ પક્ષમાં હાલના સમયે કોઈ કદાવર નેતા બચ્યા નથી. ત્યારે આવનાર સમયમાં ડાંગ કૉંગ્રેસ પાર્ટી સંગઠન બનાવશે કે પછી તેઓની નૈયા ડૂબાડશે જે આવનારો સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details