ડાંગ: ડાંગ જિલ્લો આયુર્વેદિક વનસ્પતિઓનાં સંપદાઓથી ભરપુર હોવાથી આ જિલ્લામાં આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક ઉપચારો કરવામાં આવે છે. હાલ કોરોના વાઇરસને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, આયુષ મંત્રાલય તથા રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ કોરોના વાઇરસના રોગને અટકાવવા વિવિધ પગલાંઓ હાથ ધરવામાં આવ્યાં છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓ ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી હકારાત્મક પરિણામો આવે.
ડાંગના 256 ગામડાઓમાં યોજાયાં 1,740 કેમ્પ, ઉકાળો વિતરિત કરાયો - આયુર્વેદિક કેમ્પ
ડાંગ જિલ્લામાં કોરોના મહામારીના કારણે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ આહવા દ્વારા શક્તિવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ડાંગ જિલ્લાના આયુર્વેદિક ઉકાળા વિતરણ માટેના 256 ગામડાઓમાં 1740 જેટલા કેમ્પો યોજવામાં આવ્યાં છે. જેમાં ડાંગના 9,00,273 લોકોએ આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો છે.
ડાંગ જિલ્લાના આયુર્વેદિક હોસ્પીટલ આહવાના ડો વર્ધા પટેલ જણાવે છે કે ડાંગ જિલ્લામાં પણ આ રોગને અટકાવવા રક્ષણાત્મક પગલાંઓ લેવામા આવી રહ્યાં છે. ડાંગ જિલ્લામાં તા. 20/03/2020 થી જ દરેક જગ્યાએ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું,જે કામગીરી અત્યાર સુધી ચાલુ છે. લોકોના ધરે ધરે જઇને ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. આ ઉકાળા વિતરણ માટે દરેક ગામડાંઓમાં સતત પાંચ દિવસ માટેના કેમ્પો યોજવામાં આવે છે. ડાંગમાં અત્યાર સુધીમાં 311 ગામડાઓમાંથી 256 ગામડાઓમાં 1740 કેમ્પો યોજવામાં આવ્યાં છે. જેમાં 9,00,273 લોકોએ આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો છે.તેમ જ સરકારી આયુર્વેદિક હોમિયોપેથીકના ડો.મારફતે 2219 જેટલા લાભાર્થીઓને હોમિયોપેથિક ઔષધિઓનું વિતરણ કરવામાં આવેલ છે.
આયુર્વેદિક ઉકાળો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી હોઇ ડાંગના તમામ લોકો સહિત જિલ્લા,તાલુકા પંચાયતની કચેરી, પોલીસ વિભાગ તેમ જ કલેક્ટર કચેરીમાં રોજબરોજ આયુર્વદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે.