ગુજરાત

gujarat

ETV Bharat / state

આહવામાં સરપંચના મનસ્વી વટીવટના કારણે પંચાયતના 13 સભ્યોએ તાલુકા અધિકારીને અવિશ્વાસની અરજી કરી - 13 members of ahwa panchayat

ડાંગ જિલ્લાનાં આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ દ્વારા વિકાસકીય કામોમાં ગેરરીતિ આચરતા તેમજ ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનશ્વીપણે વહીવટ કરતા 13 સભ્યોએ આ મહિલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકતા ખળભળાટ મચી ગયો હતો.

આહવામાં સરપંચના મનસ્વી વટીવટના કારણે પંચાયતના 13 સભ્યોએ તાલુકા અધિકારીને અવિશ્વાસની અરજી કરી
આહવામાં સરપંચના મનસ્વી વટીવટના કારણે પંચાયતના 13 સભ્યોએ તાલુકા અધિકારીને અવિશ્વાસની અરજી કરી

By

Published : Jul 3, 2020, 7:11 PM IST

ડાંગ: જિલ્લાનાં વહીવટી મથક આહવાની ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ તરીકે રેખાબેન જીતેશભાઈ ચૂંટાઈ આવ્યા હતા. આહવા ગ્રામ પંચાયતમાં કુલ 18 સભ્યોનું સંખ્યાબળ જોવા મળે છે. આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ દ્વારા પહેલા પણ વિકાસકીય કામોમાં ભારે ગેરરીતિઓ આચરતા તેમના સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી.

આહવામાં સરપંચના મનસ્વી વટીવટના કારણે પંચાયતના 13 સભ્યોએ તાલુકા અધિકારીને અવિશ્વાસની અરજી કરી

તે સમયે ડાંગ જિલ્લાનાં ભાજપાનાં નેતાઓ મધ્યસ્થી બનતા પ્રથમ વખતની અવિશ્વાસની દરખાસ્તનો મામલો થાળે પડ્યો હતો. આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ દ્વારા ફરીવાર ગ્રામ પંચાયતનો વહીવટ ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ચાલુ રાખતા તેમજ આહવા ગ્રામ પંચાયતનો વહીવટ મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ દ્વારા કરવામાં આવતા આખરે કુલ 18 સભ્યોમાંથી 13 સભ્યોએ આ મહિલા સરપંચ વિરુદ્ધ આજરોજ તલાટીકમ મંત્રી સહિત આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની પ્રસ્તાવ અરજી આપતા ગ્રામ પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details