ડાંગઃ 2011થી પ્રથમ વખત રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. ચૂંટણી કમિશ્નર દિલ્હી દ્વારા 25મી જાન્યુઆરીના ચૂંટણી પંચની સ્થાપના દિન તરીકે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આથી 25 /01/2020ના રોજ ડાંગ જિલ્લા કક્ષાએ દસમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ડાંગ જિલ્લામાં પણ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં સૌ કોઇ એકઠા થયા હતાં. આપણે ભારત દેશના નાગરિક છે, ત્યારે આપણે સૌની ફરજ બની રહેશે કે, દેશનો કોઇપણ 18 વર્ષ ઉપરનો યુવા વયનો નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય તે માટે ચૂંટણીપંચ દ્વારા દર વર્ષે એટલે કે, 1લી જાન્યુઆરીની ફોટાવાળી મતદારયાદીની લાયકાત ગણીને પ્રોગ્રામ બહાર પાડવામાં આવે છે. ભારતના તમામ નાગરિકો પોતાના મતદાર તરીકે તેના હકોને જાણી શકે તથા મતદાન કરી શકે તે માટે રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી છે.
કલેકટર એચ.કે.વઢવાણીયા રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું કે, દુનિયાના સૌથી મોટા દેશ તરીકે આપણે લાગણી અનુભવી રહ્યા છીએ કે, લોકશાહી દેશમાં આપણે મતદારનું સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તે માટે આપણે ભારત દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મતદાન ક્ષેત્રે વધુમાં વધુ ડાંગ જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય છે. આપણા મતનો યોગ્ય ઉપયોગ કરીને સારી સરકાર બનાવી શકીએ ડાંગ બીએલો દ્વારા ઘરે ઘરે જઈને મતદાનનો યોગ્ય ઉપયોગ સમજાવીને ડાંગ જિલ્લામાં ખૂબ જ સારી કામગીરી કરી છે. નવા મતદારો પોતાના મતનો ઉપયોગ કરે તેમજ જનજાગૃતિ અભિયાન દ્વારા યુવા મતદારો વધુને વધુ મતદાન કરાવે તેવું સૂચન કર્યું હતું, ત્યારબાદ મતદારોને રાષ્ટ્રીય મતદાતા પર્વ નિમિત્તે શપથ લીધા હતાં.