ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કોરોનાના 10 નવા કેસ નોંધાયા, 4 દર્દીઓને રજા આપવામાં આવી

ડાંગ જિલ્લામા આજે રવિવારે કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે. જેની સામે 4 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 16 વ્યક્તિઓના મોત નોંધાઈ ચૂક્યાં છે.

ડાંગ જિલ્લામાં કોરોનાના 10 નવા કેસ નોંધાયા
ડાંગ જિલ્લામાં કોરોનાના 10 નવા કેસ નોંધાયા

By

Published : Apr 25, 2021, 6:45 PM IST

  • જિલ્લામાં આજે નવા 10 કેસ નોંધાયા
  • નવા કેસ સાથે કુલ કેસ 402 થયા
  • જિલ્લામા ચાર દર્દીઓને રજા અપાઈ

ડાંગઃ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં આજે રવિવારે કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામા કુલ 402 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 325 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 77 કેસ એક્ટિવ છે. જિલ્લામાં આજે રવિવારે 10 નવા કેસ નોંધાયા અને 4 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપવામાં આવી હતી. એક્ટિવ કેસો પૈકી 25 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, અને 52 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામાં આવ્યાં છે. "કોરોના સંક્રમણ" ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 665 વ્યક્તિઓને હોમ કોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 8144 વ્યક્તિઓના હોમ કોરેન્ટાઈન પૂર્ણ થયા છે.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લા કોરોના અપડેટ: 12 પોઝિટિવ કેસો નોંધાયા, 17 દર્દીઓ સાજા થયા

જિલ્લામાં કુલ 67 કન્ટેન્ટમેન્ટ ઝોન નક્કી કરવામાં આવ્યાં

જિલ્લામા આજની તારીખે કુલ 67 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા 214 ઘરોને આવરી લઈ 894 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 67 બફર ઝોન (એક્ટિવ)મા 416 ઘરોને સાંકળી લઈ 1753 લોકોને ક્વોરેન્ટાઈન કરવામા આવ્યાં છે.

આ પણ વાંચોઃ ડાંગમાં 30 એપ્રિલ સુધી કોવિડ-19 માર્ગદર્શિકાના પાલન માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

જિલ્લામાંમાં 176 સેમ્પલ કલેક્ટ કરાયાં

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે રવિવારે જિલ્લાભરમાંથી 60 RT-PCR અને 117 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 176 સેમ્પલ કલેક્ટ કરાયા છે. જે પૈકી 60 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ રહ્યા છે. આજે રવિવારે આવેલા પોઝિટિવ કેસની વિગતો જોઈએ તો 4 કેસ આહવા ખાતે, 2 પાંડવા તેમજ ભદરપાડા, ચીકાર, આંબળિયા, અને વઘઇ ખાતે એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details