- ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોએ હડતાળ પાડી
- કંપની સંચાલકો ખૂબ જ ઓછું વેતન આપતા હતા
- કામદારોએ હોબાળો મચાવતા દમણ પોલીસ અને લેબર ઓફિસર ઘટના સ્થળે
દમણ : કેન્દ્રશાસિત પ્રદેશ દમણના કચિગામમાં આવેલ ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોએ હડતાળ પાડી હોબાળો મચાવ્યો હતો. 300થી વધુ કામદારોને કંપની સંચાલકો ખૂબ જ ઓછું વેતન આપતા હતા. નવા વેતન અંગેના પરિપત્ર મુજબ વેતન મળે તેવી માંગ સાથે કામદારો કામથી અળગા રહ્યા હતા. જેની જાણ દમણ પોલીસ, લેબર ઓફિસરને થતા તેમણે કંપની સંચાલકોનું અને કામદારોનું સમાધાન કરાવી નવા વેતન પરિપત્ર મુજબ વેતન આપવાની ખાતરી મેળવી કામદારોને ફરી કામ પર વળગાડ્યા હતા.
ના વેતનની માંગ સાથે હોબાળો મચાવ્યો ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના યુનિટ 4ના ગેટ બહાર સોમવારે કામદારોએ એકઠા થયા
કચિગામમાં બોલપેન બનાવતી ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના યુનિટ 4ના ગેટ બહાર સોમવારે કામદારોએ એકઠા થઇ હોબાળો મચાવ્યો હતો. કામદારોએ વેતન વધારાની માંગ સાથે હડતાળ પાડી હતી. કંપનીના ગેટ સામે જ કામદારોએ હોબાળો મચાવતા દમણ પોલીસ અને લેબર ઓફિસર ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને કામદારોની માંગણી અંગે વિગતો મેળવી હતી. જે બાદ કંપની સંચાલકો સાથે વાટાઘાટો કરી નિયત મુજબનો પગાર ચુકવવાની ખાતરી મેળવી કામદારોને કામ પર વળગાડ્યા હતા.
ના વેતનની માંગ સાથે હોબાળો મચાવ્યો આ પણ વાંચો : સુરત: સમયસર પગાર ન મળતા 200 જેટલા હેલ્થ વર્કરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો
ક્યા મુદ્દાને લઈને ગેરસમજ હતી તેવા પ્રશ્નોના જવાબ મેનેજર ન આપ્યા
કંપનીમાં કામદારો કામ પર લાગી જતા કંપનીના મેનેજર સુમનસિંગે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, કામદારોને કોઈ ગેરસમજ ઉભી થઇ હતી. જેનું સમાધાન થતા કામદારોએ હડતાળ સમેટી લીધી છે. જોકે, ક્યા મુદ્દાને લઈને ગેરસમજ હતી તેવા પ્રશ્નના જવાબમાં મેનેજરે માત્ર પગારને લઈને ગેરસમજ હોવાનું રટણ કર્યુ હતુ. જ્યારે કંપનીમાં કેટલા કામદારો કામ કરે છે ?, કેટલો પગાર ચુકવવામાં આવે છે તેવા સવાલના જવાબ આપવાનું ટાળી ચાલતી પકડી હતી.
ના વેતનની માંગ સાથે હોબાળો મચાવ્યો કુશળ કારીગરને દૈનિક વેતન મુજબ 356.20 રૂપિયા વેતન ચૂકવવું
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા મોંઘવારી અને કોરોના કાળમાં કામદારોને મદદરૂપ થવા નવા લઘુતમ વેતનનો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં 1લી એપ્રિલથી દરેક કંપની સંચાલકે કામ કરતા કુશળ કારીગરને દૈનિક વેતન મુજબ 356.20 રૂપિયા, અર્ધકુશલ કારીગરને 348.20 રૂપિયા, બિનકુશલ કારીગરને 340.20 રૂપિયા વેતન ચૂકવવુ ફરજીયાત છે.
ના વેતનની માંગ સાથે હોબાળો મચાવ્યો આ પણ વાંચો : હડતાળ પાડતા ડૉક્ટરોને સરકારે આપી ચિમકી, જો હડતાલ પાડી તો "એસ્માં" લાગુ કરાશે
કામદારોને 300 રૂપિયા આસપાસ જ વેતન આપી તેમનું શોષણ કરાઇ રહ્યું
કંપની સંચાલકો કોરોનાની દુહાઈ આપી કામદારોને 300 રૂપિયા આસપાસ જ વેતન આપી તેમનું શોષણ કરી રહ્યા છે. ત્યારે પ્રશાસનના પરિપત્રની અવહેલના કરનાર આવી કંપનીઓ સામે પ્રશાસન પણ કાયદેસરની કાર્યવાહી કરીને કામદારોને ન્યાય અપાવે તેવી માંગ કામદારોએ સેવી હતી.