- પ્રફુલ પટેલના પૂતળા પર મહિલાઓએ ચપ્પલો મારી
- પ્રફુલ પટેલ ખૂની-હત્યારો હોવાના નારા લગાવ્યા
- મહિલાઓએ મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ આપી
સેલવાસ:સેલવાસમાં મોહન ડેલકરે આત્મહત્યા મામલે લોકોમાં રોષની જ્વાળા ભડકી રહી છે. જે અંતર્ગત શુક્રવારે સ્થાનિક મહિલાઓએ પ્રશાસક પ્રફુલ પટેલના પૂતળા ઉપર ચપ્પલ મારી પ્રફુલ પટેલના પૂતળાને સળગાવી પોતાનો રોષ ઉતાર્યો હતો. સ્વ સાંસદ મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સ્થાનિક મહિલા આગેવાનોએ પ્રશાસકનું પૂતળું લાવીને પૂતળા ઉપર ચપ્પલોના ફટકા માર્યા હતાં.
સ્થાનિક લોકોએ પ્રશાસક પ્રફુલ પટેલનું પુતળું બાળ્યું હતું
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મામલે સ્થાનિક લોકોએ પ્રશાસક પ્રફુલ પટેલનું પુતળું બાળી રોષ વ્યકત કર્યો હતો. મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્ડલ માર્ચ યોજી ડેલકરના આત્મહત્યા મામલે ન્યાયની માંગ કરી હતી. સાથે જ પ્રફુલ પટેલ ચોર હૈ, ખૂની હૈ ના નારા લગાવી પ્રફુલ પટેલના પૂતળા પર ચપ્પલનો વરસાદ વરસાવી તેને સળગાવી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.