સેલવાસ: સેલવાસના દમણ ગંગા પુલ પરથી પડતું મૂકી જીવન ટૂંકાવનારી પરિણીતાએ નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતાં પહેલા તેણીએ તેના માતા સાથે ફોનમાં વાત કરી હતી.
સેલવાસની પરિણીતાએ નદીમાં ઝંપલાવી કરી આત્મહત્યા - દમણ ન્યૂઝ
સેલવાસના દમણ ગંગા પુલ પરથી પડતું મૂકી જીવન ટુંકાવનારી સોની યોગેશ પાટીલે આપઘાત કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. સોની પાટીલના આપઘાત કરવા પાછળ શું કારણ હતું તે બહાર આવ્યું નથી. જને લઇને અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે.
મંગળવારે સાંજે સેલવાસ દમણગંગા પુલ પરથી પડતું મૂકી જીવન ટુંકાવનારી સોની યોગેશ પાટીલે આપઘાત કરતા પહેલા પોતાની માતાને ફોન કર્યો હતો. બંને બાળકો શું કરી રહ્યા છે એટલું પૂછી ફોન રોડના કિનારે ફેંકી નદીમાં કૂદી ગઈ હતી. એ સમયે ત્યાંથી પસાર થતા એક બાઈક ચાલકે બાઈક ઉભી રાખી યુવતીની નજીક પહોંચે એ પહેલા તેણી નદીમાં કૂદી ગઈ હતી. રોડ કિનારેથી ફોન ઉંચકી પ્રથમ જે નંબર ડાયલ કર્યો હતો એના પર ફોન કરતા સામેથી સોનીની માતાએ વાત કરી હતી. સોનીએ કયા કારણથી આત્મહત્યા કરી એનો ખુલાસો હજુ થયો નથી.
જોકે પરિવારના સભ્યોના સેલવાસ મામલતદારને આપેલા નિવેદનોમાં બંને પરિવારના સભ્યોએ એક બીજા પર કોઈ આક્ષેપો કર્યા નથી. સોનીની માતાએ એમ જણાવ્યું હતું કે જેવી મારી બે દીકરીઓ છે તેવા મારા જમાઈ પણ છે. સોની એક સાધારણ પરિવારની યુવતી હતી. લોકોને ત્યાં ઘરકામ કરતી હતી. લવાછા ખાતે રહેતી તેની બેન ગર્ભવતી હોય જેને લઇ માતાની સાથે તેના ઘરે જવા માટે બે દિવસ પહેલા તેના પિયર આવી હતી.