દમણમાં ડમ્પરે એક્ટિવા ચાલક મહિલાનો ભોગ લીધો - women die
દમણ: મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
![દમણમાં ડમ્પરે એક્ટિવા ચાલક મહિલાનો ભોગ લીધો દમણમાં ડમ્પરે એક્ટિવા ચાલક મહિલાનો લીધો ભોગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5465315-thumbnail-3x2-daman.jpg)
દમણમાં ડમ્પરે એક્ટિવા ચાલક મહિલાનો લીધો ભોગ
સંઘપ્રદેશ નાની દમણમાં મરવડ હોસ્પિટલમાં નોકરી કરતી મહિલા સોમવારે 8 કલાક આસપાસ પોતાના એક્ટિવા પર જઈ રહી હતી. ત્યારે મોટી દમણમાં ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સામેથી આવતા ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પરના ટાયર એક્ટિવા ચાલક મહિલા પર ફરી વળતા ફાલ્ગુની બેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ડમ્પરે એક્ટિવા ચાલક મહિલાનો લીધો ભોગ