- મોબાઈલ રિચાર્જના બહાને વેપારીને ફસાવી 10 હજાર પડાવ્યા
- બન્ને યુવતીઓ વલસાડ જિલ્લાની જ રહેવાસી છે
- બન્ને યુવતીએ યુવકને હનીટ્રેપમાં ફસાવવાનો કર્યો હતો પ્રયાસ
- નકલી પોલીસ બનીને લોકોને ઠગવું આરોપીને પડ્યું ભારે
સેલવાસ: સેલવાસમાં મોબાઈલ રિચાર્જ કરવાના બહાને વેપારીને ફસાવનારી યુવતી અને તેના પતિની પારડી પોલીસે ધરપકડ કરી છે. યુવકને ફસાવનારી યુવતીએ પોતાની અન્ય મહિલા મિત્રને નકલી પોલીસ બનાવી ફોન કરાવી 10,000 રૂપિયા પડાવ્યા બાદ આ મામલે યુવકે પોલીસ ફરિયાદ કરી હતી.
એક મોબાઈલ નંબર લેતી હતી અને બીજી નકલી પોલીસ બની પૈસા પડાવતી
સેલવાસમાં સ્ટેશનરીની દુકાન ચલાવતા કૃણાલ નટવર ભંડારી પાસે ગ્રાહકના સ્વાંગમાં આવેલી જયશ્રી નામની યુવતીએ મોબાઈલ રિચાર્જના બહાને નંબર આપી તેની સાથે મિત્રતા કેળવી હતી. બન્ને અવારનવાર એકબીજા સાથે વાતચીત કરતા હતા. 14 ડિસેમ્બરે અચાનક કૃણાલના મોબાઈલ પર શ્વેતા નામની મહિલાએ પોતે પોલીસમાં છું અને જયશ્રીના પતિએ તેના વિરૂદ્ધ ફોન કરવા માટે ફરિયાદ કરી છે. તેમ જણાવી પતાવટ માટે રૂપિયા 10,000 લઈ પારડી મામલતદાર કચેરી પાસે બોલાવ્યા હતા.