દમણ : કોરોના મહામારી સામે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યા બાદ દમણમાં પોલીસ દ્વારા ઘર બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરનારા 1675 વાહન ચાલકોનું ચલણ કાપી 100 જેટલા વાહનો ડિટેઇન કર્યા હોવાની વિગતો દમણ પોલીસ વડા વિક્રમજીત સિંઘે આપી હતી.
કોરોના સામેની લડાઈ સમગ્ર દેશની લડાઈ છે : દમણ પોલીસ વડા - જીવલેણ કોરોના
કોરોના વાઈરસ સામેની લડાઈ કોઈ એક ડિપાર્ટમેન્ટની કે સમાજની નહીં, પરંતુ સમગ્ર દેશની જનતાની લડાઈ છે. જેમાં દમણની જનતા તરફથી ખૂબ સારો સહયોગ મળતો હોવાનું દમણ પોલીસ વડા વિક્રમજીત સિંઘે જણાવ્યું હતું.
કોરોના સામેની લડાઈ સમગ્ર દેશની લડાઈ છે : SP દમણ
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈ કોઈ એક ડિપાર્ટમેન્ટની કે સમાજની નથી. આ લડાઈ પુરા દેશની લડાઈ છે. જેમાં લોકડાઉન અકસીર ઉપાય હોય દમણમાં લોકોનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે.