દમણ: દાદરા નગર હવેલીના કિલવણી તલાટી કચેરી નજીકથી રઝળતા વોટિંગ કાર્ડ મોટી સંખ્યામાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ અહેવાલ સ્થાનિક સમાચાર માધ્યમોમાં પ્રસારિત થયા બાદ તમામ કાર્ડ સ્થળ પરથી ઉઠાવી લેવામાં આવ્યા છે. આ અંગે કિલવણીના તલાટી તરફથી જણાવ્યું હતું કે, આ તમામ કાર્ડ જૂની તલાટી કચેરીમાં રાખ્યા હતા.
જે 1996ના કેન્સલ થયેલા કાર્ડ હતા. નવી કચેરીમાં સામાન શિફ્ટ કર્યા બાદ આ કાર્ડનો થેલો ત્યાં જ રહી ગયો હતો. જેને સફાઈ માટે આવેલા કામદારો પૈકી કોઈએ બહાર ફેંક્યો હોવાનું જણાવ્યું હતું. હાલ તમામ કાર્ડ ત્યાંથી ઉઠાવી યોગ્ય સ્થાને રાખવામાં આવ્યા છે. જુના કાર્ડની સાઈઝ મોટી હતી. ત્યારબાદ નાની સાઇઝમાં નવા કાર્ડ લોકોને અપાયા હતા.