દમણઃ લોકડાઉનમાં દમણ પ્રશાસન દ્વારા કેટલીક કંપનીઓને આવશ્યક જીવન જરૂરિયાતની સામગ્રીના ઉત્પાદન માટે શરતી પરવાનગી આપી છે. જોકે આ કંપનીઓમાં કોરોના સંક્રમણને રોકવા માટેના નિયમો અને કામગીરી બરાબર છે કે નહીં તે માટે એક કમિટીનું ગઠન કરાયું હતું. આ કમિટીએ ગુરુવારે માર્સ કંપનીમાં તપાસ કરતા તમામ નીતિ નિયમોનું ઉલ્લંઘન જણાતા કંપનીના કલેક્ટરે નોટિસ ફટકારી હતી.
દમણની માર્સ કંપનીમાં નિયમોનું ઉલ્લંઘન, કલેક્ટરની નોટિસ - Notices by Collector to Leading Marse Company
દમણ શાસન દ્વારા કેટલીક કંપનીઓને આવશ્યક જીવન જરૂરિયાતની સામગ્રીના ઉત્પાદન માટે પરવાનગી આપી હતી. આ માર્સ કંપનીમાં તપાસ કરતા તમામ નીતિ નિયમોનું ઉલ્લંઘન જણાતા કંપનીના કલેક્ટરે નોટિસ ફટકારી હતી.
દમણ જિલ્લા કલેકટર રાકેશ મિન્હાસે લોકડાઉનમાં જીવન જરૂરી ઉત્પાદન કરતી કંપનીઓને સરકારની શરતોને આધીન પરવાનગી આપી હતી. જોકે આ કંપનીઓ પર વોચ રાખવા માટે એક કમિટીનું ગઠન કરાયું હતું. આ કમિટી દ્વારા ગુરુવારે કંપનીઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયુ હતું. જેમાં દમણ પોલ્યુશન કંટ્રોલ કમિટીના ઓફિસર ભૂમિકા રાણા અને તેમની ટીમે દમણના ડાભેલમાં આવેલી માર્સ પેકેજીંગ કંપનીમાં તપાસ કરતા કંપની સંચાલકો દ્વારા કોરોના વાઇરસની સુરક્ષાને રોકવા માટેના નિર્ધારિત માપદંડોનું પાલન ન થયું હોવાનું બહાર આવ્યું હતું.
કંપનીમાં કામ કરતા કામદારો માટે હેન્ડ્ સેનીટાઇઝર અને મોઢે બાંધવાના માસ્કની પણ સુવિધા નહોતી. આ ઉપરાંત કામદારો વચ્ચે સોશિયલ ડિસટન્ટસ પણ મેઇન્ટેન કરવામાં આવ્યું નહોતું. જે જોઈને આખરે જિલ્લા કલેક્ટર રાકેશ મીન્હાસને કમિટીએ રિપોર્ટ આપતા માર્સ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી છે.