- ઓક્સિજન પર રહેલા દર્દીના સગા સાથે બોલાચાલી કરતી તબીબની પત્નીનો વીડિઓ વાયરલ
- બિલ ભરો પછી દર્દીને લઈ જવાની દાદાગીરી
- દર્દીના પરિવારજનોએ વીડિઓ વયરલ કરતા ચકચાર
દમણઃવાપીમાં આવેલી અદિત હોસ્પિટલમાં 20 દિવસથી સારવાર હેઠળ રહેલા દર્દીને વધુ સારવાર માટે સુરત લઈ જતી વખતે હોસ્પિટલના તબીબની પત્નિએ દર્દીને પૈસા ભર્યાં વગર નહિ જવા દેવાની અને બીલને લઈને દર્દીઓના પરિવાર સાથે ઝઘડો કરતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વિડીયોને લઈને હાલ વાપીમાં ચકચાર મચી ગયો છે.
આ પણ વાંચોઃમહિલા તબીબ દ્વારા ચલાવાતું ઇન્જેક્શનના કાળા બજારનું કૌભાંડ ઝડપાયું
પેશન્ટને લઈ નહિ જવા એમ્બ્યુલન્સના સ્ટાફને આદેશ કર્યો
વાપીના સોશિયલ મીડિયા ગ્રુપમાં વીડિયો અને પ્રશાસનને અપીલ કરતી વિગતો વાયરલ થઈ હતી. વિડીયોમાં ઓક્સિજન પર રહેલા દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે અચાનક જ એક મહિલાએ આવીને દર્દીના સગાને બિલ ભર્યા વિના પેશન્ટને કેમ લઈ જાઓ છો. પહેલા પૈસા ભરો પછી પેશન્ટને લઈ જાઓ તેવુ ગુસ્સામાં કહ્યું અને સ્ટ્રેચર પર રહેલા પેશન્ટને લઈ નહિ જવા એમ્બ્યુલન્સના સ્ટાફને આદેશ કર્યો છે. જે દરમિયાન દર્દીના સગાઓ સાથે ઉશ્કેરાટ ભર્યું વાતાવરણ ઉભું થાય છે.
અદિત હોસ્પિટલના તબીબની પત્નિ સામે કાર્યવાહીની માગ
દર્દીના સગા પણ આક્ષેપો કરે છે કે, રોજના 50 હજાર સુધીનું બિલ ચૂકવતા આવ્યાં છે, તો આ બિલ પણ ભરી દીધું છે. જે બાદ પેશન્ટના પરિવારજનોએ બીલના પૈસા ચૂકવી દેતા તે પૈસા ગણીને એમ્બ્યુલન્સને જવા દેવાનો ઈશારો કરે છે. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં આ રીતે માનવતા નેવે મૂકી બિલ માટે દર્દીને મરવા મૂકી દેતા અને એમ્બ્યુલન્સને રોકી દેતા ડોક્ટરની પત્નિ સામે પ્રશાસન કડક કાર્યવાહી કરે તેવી માગ કરી છે. સાથે જ આ વિડીયોને વધુને વધુ વાયરલ કરવાની અપીલ કરી છે.
અદિત હોસ્પિટલના તબીબે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા
આ વીડિયો વાયરલ થયા બાદ આ અંગે અદિત હોસ્પિટલના ડૉ. તેજસ શાહ સાથે ETV Bharatએ ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં ડૉ. તેજસ શાહે જણાવ્યું હતું કે, દર્દી તેમને ત્યાં 20-25 દિવસથી વેન્ટિલેટર પર હતાં. જે બાદ સુરતમાં વ્યવસ્થા થતા વધુ સારવાર માટે ત્યાં ખસેડવાની માગણી કરતા અમારો સ્ટાફ તેને સ્ટેચર પર નીચે લાવ્યો હતો. જે દરમિયાન પોતે થોડો આરામ કરવા જતા રહ્યા હતા.