- વાપીમાં SOGની ટીમે કંપનીઓમાં ચોરી કરતા 8 ચોરને ઝડપ્યા
- ટેમ્પો, બાઇક સહિત કુલ 14.45 લાખનો મુદ્દામાલ જપ્ત
- રાત્રિ દરમિયાન રેકી કરી ચોરી કરતા હતા
- સીસુ તેમજ એલ્યુમિનિયમ જેવી ધાતુની ચોરીઓ કરતા હતાં
દમણ : વાપી GIDC(Vapi GIDC theft) વિસ્તારમાં રાત્રિ દરમિયાન રેકી કરીને કંપનીમાં પ્રવેશી ચોરી(Vapi theft case) કરતી ગેંગના 8 આરોપીને વલસાડ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની(SOG) ટીમે ઝડપી પાડ્યા છે. પકડાયેલ શખ્સો પાસેથી પોલીસે ટેમ્પો, બાઇક સહિત કુલ 14.45 લાખનો મુદ્દામાલ કબજે કરી(Police caught the thieves in Vapi) કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે ચોરોનો પક્ડયા
ચોરીની આ સનસનાટી ભરી ઘટના અંગે PIવીબી બારડે જણાવ્યું કે, PSI કેજે રાઠોડ, PSI એલજી રાઠોડ તેમજ તેમની ટીમ શુક્રવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી(theft police report Vapi) મળી હતી કે, વાપી GIDCમાં સીસાની લાદીઓ તેમજ કોપરની પ્લેટો વગેરેની ચોરી કરી આરોપીઓ વેચવા માટે ટેમ્પો અને પિકઅપ લઇને દમણ તરફ આવી રહ્યા છે.