- વાપી નગરપાલિકાની ચૂંટણીના પ્રચારનો આજે 'અંતિમ' દિવસ
- ભાજપ-આમ આદમી પાર્ટીએ એક જ વિસ્તારમાં એક જ સમયે અલગ અલગ સભા યોજી
- આપના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આક્ષેપ
- નાણા પ્રધાન કનુ દેસાઈએ આક્ષેપોનો પ્રત્યુતર આપવાનું ટાળ્યું
વાપીઃ સામાન્ય રીતે ચૂંટણીના પ્રચાર માટે છેલ્લી ઘડી સુધી નેતાઓ મહેનત કરતા જ હોય છે. છેલ્લી ઘડી સુધી નેતાઓ પોતાના પ્રચારની નવી નવી રીત શોધી કાઢે છે. આ જ રીતે વાપીમાં નગરપાલિકાની ચૂંટણી (Vapi Municipality Election) આવી રહી છે. ત્યારે ભાજપે નાણા પ્રધાન કનુ દેસાઈના સત્કાર સમારંભના (Kanu Desai's reception) બહાને જાહેર સભા (BJP public meeting in Vapi) યોજી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ પાછી નહતી પડી. તેણે પણ નેતા ઈસુદાન ગઢવીની (Isudan Gadhavi) ઉપસ્થિતિમાં જાહેર સભા યોજી હતી. તો બંને સભામાં નેતાઓએ પોતપોતાની પાર્ટીને જ જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. તો આપ (AAP)ના નેતા ઈસુદાન ગઢવીએ દારૂ-ડ્રગ્સ અંગે કરેલા આક્ષેપ અંગે નાણા પ્રધાન કનુ દેસાઈએ (Kanu Desai) વાત કરવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી (Congress and AAP) બંનેની વાત જ કરવા નથી માગતા.
વાપી નગરપાલિકાની ચૂંટણીના પ્રચારનો આજે 'અંતિમ' દિવસ આ પણ વાંચો-સમરસ ગ્રામ પંચાયતોના પ્રોત્સાહનમાં વધારો: બ્રિજેશ મેરજા
AAPના નેતાએ દારૂ, ડ્રગ્સ મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર
વાપી નગરપાલિકાની ચૂંટણીને (Vapi Municipality Election) ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીએ જાહેર સભા યોજી હતી, જેમાં નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર દારૂ, ડ્રગ્સ, રૂપિયા વહેંચવા, ભ્રષ્ટચાર જેવા આક્ષેપ કર્યા હતા, જેના કારણે રાજકીય ગરમાવો આવ્યો છે. જોકે, ગુરુવારે ચાલ વિસ્તારમાં આમ આદમીની (AAP) જાહેર સભાના સમયે જ ભાજપે પણ અહીંની ધનકુબેરોની સોસાયટી ગણાતા પ્રમુખ ગ્રીનમાં જાહેર સભા યોજી હતી. બંને પાર્ટીની જાહેર સભામાં મતદારોને તેમના ઉમેદવારોને વિજયી બનાવવા આપીલ કરી હતી.
આ પણ વાંચો-રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજ 2ની કરશે જાહેરાત; માવઠામાં કોઈ નુકશાની નહીં : Agriculture Minister Raghavji Patel
ભવ્ય આતશબાજી સાથે નાણા પ્રધાનનો સત્કાર સમારોહ યોજાયો
પ્રમુખ ગ્રીન સોસાયટીમાં નાણા પ્રધાન કનું દેસાઈના (Finance Minister Kanu Desai) સત્કાર સમારંભનું આયોજન કરી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. તો અહીં ભાજપના પ્રદિપસિંહ વાઘેલા, આ વોર્ડના ભાજપની પેનલના ઉમેદવારો, ભાજપના જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ભાજપના વિકાસની ગાથા રજૂ કરી ભાજપને આ નગરપાલિકામાં (Vapi Municipality Election) બહુમત અપાવી વિજય બનાવવા અપીલ કરી હતી.
ઝાડૂના નિશાનને મત આપી ભાજપ નામની ગંદકી દૂર કરોઃ ઈસુદાન ગઢવી
વાપી નગરપાલિકાની ચૂંટણીનો (Vapi Municipality Election) પ્રચાર અંતિમ ચરણમાં હોવાથી ભાજપના આ આયોજન સામે આમ આદમી પાર્ટીએ (AAP) પણ આ જ વિસ્તારમાં થોડે દૂર મુખ્ય માર્ગ પર જાહેરસભાનું આયોજન કર્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેતા (AAP) ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવવા આપીલ કરી હતી અને તેમના ઝાડૂના નિશાનને મત આપી ભાજપ નામની ગંદકીને સાફ કરવા આહ્વાન કર્યું હતું. મુખ્ય માર્ગ પર યોજાયેલ આમ આદમીની જાહેરસભામાં મોટી સંખ્યામાં આપ સમર્થીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઇસુદાન ગઢવીને સાંભળ્યા હતાં.
નાણા પ્રધાન કનુ દેસાઈએ આક્ષેપોનો પ્રત્યુતર આપવાનું ટાળ્યું ભાજપના શાસનમાં વાપીનો અભૂતપૂર્વ વિકાસ થયો છે
ભાજપની સભામાં વાપીના ધારાસભ્ય અને હાલમાં નાણા પ્રધાનનો હવાલો સાંભળતા કનુ દેસાઈ અને ભાજપના અગ્રણી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં વાપીનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી છે. ભજપના સી. આર. પાટીલે 182 વિધાનસભાનું લક્ષ્ય સેવ્યું છે. ગાંધીનગર પાલિકામાં (Gandhinagar Municipality) ભાજપે 44માંથી 41 સીટ મેળવી છે. વાપીમાં ભાજપ 44માંથી 44 સીટ મેળવશે. જો કે કનુભાઈ દેસાઈને (Kanu desai) આમ આદમી પાર્ટીએ (AAP) ભાજપ (BJP) પર કરેલા દારૂ-ડ્રગ્સમાં ભાજપના નેતાઓની સંડોવણીના આક્ષેપ અંગે પૂછતાં તેમણે આપ-કોંગ્રેસ ની કોઈ વાત જ કરવા માંગતા નહીં હોવાનું જણાવી ચાલતી પકડી હતી.
ભાજપના ડોર ટૂ ડોર પ્રચાર સામે AAP સોશિયલ મીડિયાના સહારે
ઉલ્લેખનીય છે કે, વાપી નગરપાલિકાની ચૂંટણીમાં (Vapi Municipality Election) આ વખતે ભાજપ (BJP) કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Congress and AAP) વચ્ચે ત્રિપાંખિઓ જંગ છે. જેમાં ત્રણેય પક્ષોએ તેમના ઉમેદવારો જીતે તે માટે એડીચોંટીનું જોર લગાવ્યું છે. ભાજપના ભરપૂર ડૉર ટૂ ડૉર પ્રચાર સામે આમ આદમી પાર્ટીએ પણ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી ચૂંટણી પ્રચાર કર્યો છે. ચૂંટણી પ્રચારનો શુક્રવારે અંતિમ દિવસ છે. 28મી નવેમ્બરે મતદાન છે. ત્યારે મતદાન બાદ જ જાણવા મળશે કે ભાજપની 44ની આશા ફળી કે આમ આદમીના ઝાડુથી સફાઈ થઈ?