ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી: લોકડાઉનમાં રાજસ્થાન પહોંચાડવાની લાલચ આપી, 20 હજાર પડાવી લીધા - corona virus in vapi

એક તરફ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે કેટલાક એવા ઠગ લોકો છે. જે આવા સમયે ગરીબ લોકોને મદદરૂપ થવાને બદલે તેઓને વતન પહોંચાડી આપવાના નામે ખિસ્સા ખંખેરી રહ્યાં છે. વલસાડ જિલ્લામાં આવા પ્રવાસી કામદારોને રાજસ્થાન પહોંચાડવાની લાલચ આપી 20 હજાર રૂપિયા લઇ રફુચક્કર થઈ ગયેલા 2 ઇસમોની વલસાડ પોલીસે ધરપકડ કરી છે.

વાપી: લોકડાઉનમાં રાજસ્થાન પહોંચાડવાની લાલચ આપી, 20 હજાર પડાવી લીધા
વાપી: લોકડાઉનમાં રાજસ્થાન પહોંચાડવાની લાલચ આપી, 20 હજાર પડાવી લીધા

By

Published : Apr 12, 2020, 12:20 AM IST

વાપી: કોરોના વાઇરસ સંબંધી સમગ્ર ભારત દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસંધાને આંતર રાજ્યમાં કામ કરતા મજૂરો પોતાના વતન તરફ જવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં વલસાડ જીલ્લામાં હાઈવે ઉપરથી ચાલતા જતા કામદારોને જિલ્લામાં જુદી જુદી જગ્યાએ શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. આ શેલ્ટર હોમ પૈકી વાપી નજીક આવેલ સલવાવ ખાતે રાખવામાં આવેલ શેલ્ટર હોમમાં રાજસ્થાનના કામદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે બે અજાણ્યા ઈસમોએ ટેલીફોનથી કોન્ટેક્ટ કરી રાજસ્થાનના કામદારોને વિશ્વાસમાં લઈ તેઓને રાજસ્થાન તેમના વતનમાં જવા માટે વાહનની વ્યવસ્થા કરી તેઓના વતન રાજસ્થાન ખાતે મૂકી આવશે.

તેવું જણાવી કામદારોને વિશ્વાસમાં લઈ કામદારો પાસેથી 20000 રૂપિયા એડવાન્સ પેટે લીધા હતા અને ઇસમોએ તેમના ફોન બંધ કરી દીધા હતા. આ અંગે પોલીસને જાણ થતા મોઇદ્દીન ઉર્ફે ગાબડું રઉફ શેખ, ઇમરાન સત્તરખાન બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં ફસાયેલા ગરીબ કામદારોને એક તરફ સામાજિક સંસ્થાઓ અને સરકાર જરૂરી તમામ મદદ કરી હૂંફ આપી રહી છે. ત્યારે આવા ઠગલોકો તેમને ભોળવી પૈસા ખંખેરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details