વાપીઃ કોરોના મહામારીને કારણે એક માહિનાથી દેશમાં ચાલી રહેલા લોકડાઉનમાં વાપી પોલીસે પણ ચુસ્ત અમલ કરાવી પોતાનો કઠોર ચહેરો બતાવ્યો છે. આ જ પોલીસ જવાનો પોતાના કઠોર ચહેરાની પાછળ છુપાવેલી સંવેદના પણ બતાવી રહ્યા છે અને જે વિસ્તારમાં વૃદ્ધ વડીલો રહે છે તેને ઘરે જઈ તેની ખબર-અંતર પૂછી જરૂરી મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 120 જેટલા વડીલોની ખબર અંતર પુછીને મદદ કરવામાં આવી છે.
વાપી પોલીસની અનોખી સેવા, વરિષ્ઠ નાગરિકોના ખબર-અંતર પૂછી કરે છે મદદ - Commendable performance of Vapi police
વાપીમાં પોલીસકર્મીઓ તેની કામગીરી સહિત સેવાનું કાર્ય પણ કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં જઈને વૃદ્ધ વડીલોને ઘરે જઈ તેની ખબર અંતર પૂછી જરૂરી મદદ કરી રહ્યા છે.
![વાપી પોલીસની અનોખી સેવા, વરિષ્ઠ નાગરિકોના ખબર-અંતર પૂછી કરે છે મદદ વાપી પોલીસની અનોખી સેવા, વરિષ્ઠ નાગરિકોના ખબર-અંતર પૂછી કરે છે મદદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6939840-436-6939840-1587821795341.jpg)
વાપી પોલીસની અનોખી સેવા, વરિષ્ઠ નાગરિકોના ખબર-અંતર પૂછી કરે છે મદદ
વાપી ટાઉન પોલીસની આ દરિયાદીલી દરમિયાન એક વૃદ્ધ વડીલને દવાની જરૂર હતી તો તે માટે વાપીથી દમણના કચિગામમાં તેને દવા પહોંચાડી દેવદૂતની ભૂમિકા પણ નિભાવી છે.