યોગથી ભારતમાં વસતા નેપાળી ભાષી સમાજને સંગઠિત કરવાની અનોખી પહેલ
વલસાડ જિલ્લા સહિત દમણ, સેલવાસમાં વસતા નેપાળી સમાજના લોકોને સંગઠિત કરી એક તાંતણે બાંધવા પતંજલિ યોગપીઠ હરિદ્વારના સાધ્વી દેવાદિતિજીના સાનિધ્યમાં યોગ અને કાર્યકર્તા સંમેલનનું આયોજન વાપીમાં કરવામાં આવ્યું હતું.
વાપીઃ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં વસતા નેપાળી ભાષા-ભાષી સમાજ દ્વારા વાપીમાં યોગ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંગે પતંજલિ યોગપીઠ હરિદ્વારના મહિલા પતંજલિ યોગ સમિતિના સાધ્વી દેવાદિતિજીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 25 દિવસથી ગુજરાતના વિવિધ શહેરોમાં યોગ શિબિરના માધ્યમથી લોકોને યોગ વિશે જાણકારી પુરી પાડી રહ્યા છે. વલસાડમાં 5 દિવસીય યોગ શિબિરનું આયોજન સંપન્ન કરી હાલ સેલવાસમાં 3 દિવસની યોગ શિબિર શરૂ કરી છે.