વાપી: મહા શિવરાત્રી પર્વને લઇને વલસાડ જિલ્લાના તમામ શિવાલયોમાં અને સંઘપ્રદેશના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો છે. વાપીમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પણ ચાર વાગ્યાથી ભોળાનાથના ભક્તો દર્શન માટે કતારમાં ઉભા રહ્યાં હતા. સિદ્ધનાથ મહાદેવ મંદિર વાપીનું પ્રસિદ્ધ મંદિર હોય મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વહેલી સવારથી જ દર્શનાર્થીઓ માટેની ઉત્તમ વ્યવસ્થા કરી હતી.
વાપી સહિત વલસાડ અને દાદરા નગર હવેલી-દમણમાં હર હર મહાદેવ
વાપી: દેવાધિદેવ મહાદેવનો પર્વ એટલે મહા શિવરાત્રી. ભાંગ, ભજન અને ભક્તિના આ પર્વ નિમિત્તે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં અને દાદરાનગર હવેલી, દમણમાં આવેલા શિવાલયોમાં વહેલી સવારથી જ હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં ગુંજયો હર હર મહાદેવનો નાદ
આ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, સિદ્ધનાથ મહાદેવ દરેકની મનોકામના સિદ્ધ કરતા મહાદેવ છે. અને આજે દાદાના દર્શને આવવાનો મહિમા પણ અનેરો છે.
ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી દરેક શિવાલયોમાં શિવ ભકતોની ભીડ ઉમટી રહી છે. જે માટે ખાસ વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. સિદ્ધનાથ મહાદેવ મંદિરે મહા આરતી, મહાપ્રસાદ અને ઘીના કમળ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.