- કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાને ટેન્ટ સિટી અને હેલ્થ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
- દમણ લાઈટ હાઉસ નજીક કરવામાં આવ્યું ટેન્ટ સિટીનું નિર્માણ
- ટેન્ટ સિટીમાં 30 લક્ઝુરીયસ ટેન્ટ બનાવવામાં આવ્યા છે
દમણ: સંઘપ્રદેશ દમણની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય અને દાદરા નગર હવેલી અને દમણ અને દિવના પ્રશાસક પ્રફુલ પટેલે દમણમાં પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલા સુવિધાજનક ટેન્ટ સિટીનું તેમજ હેલ્થ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. દમણમાં મોટી દમણ લાઈટ હાઉસ નજીક સમુદ્ર અને જામપોર સી ફેસ રોડના સાનિધ્યમાં અત્યાધુનિક ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગની જમીન પર પ્રવાસન અને પ્રશાસનના સહયોગથી ઉભા કરેલા આ ટેન્ટ સિટીનું કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાય અને દમણ પ્રશાસક પ્રફુલ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે નિત્યાનંદ રાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પનાને પ્રશાસક પ્રફુલ પટેલે દમણમાં મૂર્તિમંત કરી હોવાનું જણાવી દમણમાં કરેલા વિકાસના કર્યો બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
જનકલ્યાણની યોજનાઓ માટે અભિનંદન પાઠવ્યા
નિત્યાનંદ રાયે મોટી દમણમાં પોતાની મુલાકાત દરમિયાન જામપોર સી ફેસ રોડની મુલાકાત લઈ હેલ્થ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે દમણ પ્રશાસને સ્થાનિક લોકો માટે તેમજ પ્રવાસીઓ માટે જે ઉત્તમ સુવિધાઓ ઉભી કરી છે. તેને વખાણી કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા સમુદ્ર તટના વિકાસ સાથે જનકલ્યાણની યોજનાઓ થકી કામદારો, પ્રવાસીઓને ઉત્તમ સુવિધા મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ટેન્ટસિટીમાં 30 લક્ઝરીયસ ટેન્ટ બનાવવામાં આવ્યા