જનસેવા કોવિડ હોસ્પિટલના કોરેન્ટાઈન સ્ટાફ સાથે તંત્રનું અન્યાયપૂર્ણ વર્તન
વાપીમાં જનસેવા હોસ્પિટલના લેબ ટેક્નિશયનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જનસેવાના 20 તબીબી સ્ટાફને અટગામ ખાતે કોરોન્ટાઇન કરાયા છે. જેમાં સરકારી ડોક્ટરને અને પોઝિટિવ દર્દી સાથે સેલ્ફી પડાવનારા કે સાથે બેસીને ભોજન લેનારા વ્યક્તિઓને છોડીને જનસેવા હોસ્પિટલ સ્ટાફને કોરોન્ટાઇન કરી કોઈપણ વ્યવસ્થા પુરી નહીં પાડવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
વાપીઃ કોરોના મહામારી દરમ્યાન સરકારને મદદરૂપ થવા આખી હોસ્પિટલ સરકારને સોંપી દીધા બાદ વાપીમાં જનસેવા હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવી કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે આ જ હોસ્પિટલના લેબ ટેક્નિશયનનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા વહીવટીતંત્રએ હોસ્પિટલના તબીબી સ્ટાફ સાથે જ અન્યાયપૂર્ણ વ્યવહાર કરવાનું શરૂ કરી દીધો છે. આ અંગે સૂત્રો પાસેથી મળેલી સચોટ વિગત મુજબ વહીવટી તંત્રએ જનસેવા હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર સહિત કુલ 20 તબીબી સ્ટાફને વલસાડ નજીક અટગામ PHC ખાતે કોરોન્ટાઇન કર્યા છે.