કલ્પવૃક્ષ ફાર્મના નરેશભાઇ સાવેએ નેચરલ અને ઓર્ગેનિક ખેતી અંગે જાણકારી આપી હતી. જેમાં ખેડ, ખાતર, પાણી, નીંદામણ અને પાક સંરક્ષણ જેવી બાબતો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ખેતીમાં શું નહિં કરવાનું તેનું મહત્વ પણ જણાવ્યું હતું. કલ્પવૃક્ષ ફાર્મ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે પણ માહિતીગાર કર્યા હતા.કલ્પવૃક્ષ ફાર્મની નેચરલ ફાર્મિંગ નિહાળી જિલ્લા કલેકટરે સંતોષ વ્યકત કર્યો હતો.
નેચરલ ફાર્મિંગ અંગે ઉમરગામના "કલ્પવૃક્ષ ફાર્મ"ની જિલ્લા કલેકટરે મુલાકાત લીધી - જિલ્લા કલેકટરે મુલાકાત લીધી
વાપી : ઉમરગામ તાલુકાના દહેરી સ્થિત નેચરલ ફાર્મિંગ દ્વારા ખેતી કરતા ‘કલ્પવૃક્ષ ફાર્મ'ની જાત માહિતી મેળવવા જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે રૂબરૂ મુલાકાત લીધી હતી. ખેડૂતોમાં આવક કેવી રીતે બમણી કરી શકાય તથા કેવી અને કઇ રીતે ખેતી કરવામાં આવે તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે ઝીણવટભરી માહિતી મેળવવા ફાર્મમાં ફરીને જાણકારી પ્રાપ્ત કરી હતી.
નેચરલ ફાર્મિંગ અંગે ઉમરગામના "કલ્પવૃક્ષ ફાર્મ"ની જિલ્લા કલેકટરે મુલાકાત લીધી
આ અવસરે આત્મા પ્રોજેકટના પ્રવિણભાઇ મંદાણી, મામલતદાર રમેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.