ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી-દમણમાં બે ગમખ્વાર અકસ્માત, બે ના મોત

વાપી: GIDC ચાર રસ્તા પાસે બુધવારે બપોર દરમિયન બાઈક અને કન્ટેઇનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓ પૈકી એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજયું હતું. જ્યારે દમણના ડાભેલ વિસ્તારમાં એક કન્ટેનરના ડ્રાઈવરને અને એક બાઇક ચાલક ને અડફેટે લેતા તેમાં કન્ટેઇનરના ડ્રાઈવરનું કરુણ મોત નીપજ્યું હતું.

dmn

By

Published : Jun 20, 2019, 11:59 AM IST

બુધવારે બપોરે અમદાવાદ-મુંબઇ હાઇવે પર વાપી ચાર રસ્તા નજીક એક કન્ટેઇનર ચાલકે એક બાઇક સવારને અડફેટે લેતા બાઇક પર સવાર બે લોકોમાંથી એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.આ અકસ્માતમાં બાઈક ટ્રકના ટાયરમાં ફસાઈ ગયેલી હતી. ઘટના સ્થળે પોલીસ ટીમ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાપી-દમણમાં બે ગમખ્વાર અકસ્માતમાં બે ના મોત બે ઘાયલ

મળતી વિગત અનુસાર, વાપી DIDC ચાર રસ્તા સ્થિત ગોવિંદા કોમ્પ્લેક્ષ પાસે બુધવારે બપોરે બાઈક પર સવાર બે વ્યક્તિઓ પસાર થઈ રહયા હતા. તે દરમિયાન કન્ટેઇનરના પાછળના ભાગે બાઈક અથડાતા. સર્જાયેલ અકસ્માતમાં બાઈક કન્ટેઇનરના ટાયરમાં ફસાઈ ગઈ હતી. જયારે બાઈક સવાર બે યુવકોમાંથી રાજેન્દ્ર સોલંકીનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.

આ તરફ દમણમાં ડાભેલ વિસ્તારમાં એક કન્ટેઇનર ચાલકે બીજા કન્ટેઇનરના ડ્રાઈવરને અને બાઇક ચાલકને અડફેટે લેતા તેમાં કન્ટેઇનર ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. જેમાં મળતી વિગત મુજબ બુધવારે રાત્રે ડાભેલ વિસ્તારમાં શાહીદખાન નામનો કન્ટેઇનર ડ્રાઇવર માલ ભરીને આવ્યા બાદ કન્ટેઇનરને કંપનીમાં પાર્ક કરી મુખ્ય માર્ગ પર આવ્યો હતો. તે દરમ્યાન પુરપાટ વેગે આવતા બીજા કન્ટેઇનરે અડફેટે લેતા કન્ટેઇનરના ટાયર તેના શરીર પર ફરી વળ્યાં હતા. અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં કન્ટેઇનરના ડ્રાઇવરે એક બાઇક ચાલકને પણ અડફેટે લીધો હતો જેમાં બાઈકચાલકને નાની મોટી ઇજા સાથે ચમત્કારિક બચાવ થયો હતો.

વાપી ચાર રસ્તા ઓવરબ્રિજ પાસે નેશનલ હાઇવે પર શહેર તરફ જવા માટે કેટલાક ફાંટા રાખવામાં આવ્યા છે. જે ફાંટાઓને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોને ધ્યાને લઈ ફાંટા બંધ કરવા જરૂરી બન્યા છે. કારણ કે, ફાંટાઓમાંથી અનેક વખત નાના-મોટા વાહનો ગમેતેમ નીકળી આવતા હોય છે. જેને લઈ જીવલેણ અકસ્માતો સર્જાઈ રહયા છે

ABOUT THE AUTHOR

...view details