દમણ : સંઘપ્રદેશ દમણમાં સોમવારે બપોરે ભીમપોરની એક કંપનીના ટ્રકની ડી-માર્ટ મોલ સામેના ટર્નિંગ પોઇન્ટ પર બ્રેક ફેઈલ થતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ તકે બ્રેક ફેઈલ થતા ટ્રક સીધો જ રોડના ડિવાઈડર વચ્ચેના બેનર પર જઈને અથડાયો હતો. તે સમયે ત્યાં ફરજ પર રહેલા પોલીસ કર્મી હાજર હતા જે સમય સુચકતા વાપરી ખસી જતા પોલીસ કર્મીનો આબાદ બચાવ થયો હતો.
દમણમાં ટ્રકની બ્રેક ફેઈલ થતા અકસ્માત, પોલીસ કર્મચારીનો આબાદ બચાવ - truck accident at daman
દમણ : ડાભેલ વિસ્તારમાં ડીમાર્ટની મોલની સામે બપોરના સમયે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસકર્મીમો ચમત્કારીક બચાવ થયો હતો.
ટ્રકની બ્રેક ફેઈલ થતા અકસ્માત
અકસ્માત બાદ પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ ટ્રકને માર્ગ પરથી દુર કરી માર્ગને ખુલ્લો કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.