ગુજરાત

gujarat

ETV Bharat / state

સંજાણમાં ત્રિપલ તલાક મામલે મહિલાએ ફરિયાદ નોંધાવી - gujarat ma triple talak

વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં રહેતી મુસ્લિમ પરણિતાને દહેજ માટે તેનો પતિ, સાસુ અને નણંદ માનસિક ત્રાસ અને માર મારી ત્રિપલ તલાક આપી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. આ અંગે મુસ્લિમ પરિણીતાએ ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

valsad ma triple talak

By

Published : Nov 1, 2019, 3:19 AM IST

ઉમરગામ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરગામ તાલુકાના સંજાણમાં રહેતી ફરીના અકીબ જાવેદ જાફીર શેખે તેના પતિ અકીબ જાવેદ જાફીર, સાસુ નફીઝા, નણંદ રેશમા અને જહીર શેખ વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકમાં દહેજ માટે ફરિયાદ નોંધાવી હતી. લગ્નના બે માસમાં જ તેનો પતિ તું મને ગમતી નથી, એવું કહીને માનસિક ત્રાસ આપતો હતો. તેની સાસુ પણ એવું કહેતી હતી કે, સંજાણમાં જમાઈને સોનાની ચેઈન આપવાનો રિવાજ છે. તારા ઘરેથી તે આપવામાં આવી નથી. તેમ કહી મેહણા-ટોણા મારી માનસિક ત્રાસ આપી પરેશાન કરતી હતી.

સંજાણમાં મુસ્લિમ પરિણીતાએ સાસરીયા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
જેમાં બુધવારે ઉપરોક્ત તોહમતદારોએ ફરિયાદી ફરીનાને ગંદી ગાળો આપી, માર મારી તલાક તલાક તલાક કહી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. આ બનાવની ઉમરગામ પોલીસ મથકમાં ફરીના અકીબ જાવેદ જાફિર શેખે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ આધારે ઉમરગામ પોલીસે તોહમતદાર અકીબ જાવેદ જાફીર શેખ, સાસુ નફીજા બંને રહેવાસી સંજાણ, નણંદ રેશમા અને જહીર શેખ બંને રહેવાસી કેલવા, પાલઘર વિરુદ્ધ IPC કલમ 498 (A), 323, 504, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ફરિયાદી પરણીતા મહારાષ્ટ્રના દહાણુંના મસોલીની રહેવાસી છે. તેના લગ્ન સંજાણમાં રહેતા અકીબ જાવેદ જાફીર સાથે થયા હતા. તેના પતિ, સાસુ અને નણંદ દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details