દમણના ભીમપોરમાં પાંચાલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક એક એપાર્ટમેન્ટની રૂમમાં રહેતા અને નજીકની કંપનીમાં કામ કરતા ત્રણ યુવાનોના મૃતદેહ તેમની જ રૂમમાં મળી આવ્યા હતા. આ અંગે દમણ પોલીસ વડા વિક્રમજીત સિંઘે વિગતો આપતા જણાવ્યું હતું કે, સવારે 10 :30 વાગ્યા આસપાસ પોલીસને જાણ કરવામાં આવી હતી કે, અહીં ત્રણ યુવકોના મૃતદેહ એક બંધ રૂમમાં પડ્યા છે.
દમણમાં 3 વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યું, પોલીસે પોઈઝનિંગનું આપ્યું પ્રાથમિક તારણ - દમણ
દમણ: શહેરના ભીમપોર વિસ્તારમાં આવેલ પાંચાલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં એક જ રૂમમાં ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. યુવકોના મૃત્યુ અંગે હાલ રહસ્ય ઘેરું બન્યું છે. દમણ પોલિસે પોઇઝનિંગ કેસ હોવાનું જણાવી વધુ તપાસ હાથ ધરી છે.
![દમણમાં 3 વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યું, પોલીસે પોઈઝનિંગનું આપ્યું પ્રાથમિક તારણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4316401-thumbnail-3x2-daman.jpg)
પોલીસની ટીમેં આવી બંધ રૂમનો નકુચો તોડી મૃતદેહોની પોઝિશન તપાસી હતી. ત્રણેય યુવકો મૃત હાલતમાં હતા. અને પોઇઝનિંગ કેસ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતદેહોની તપાસ માટે FSL ની ટીમને પણ બોલાવી ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. તેમજ તેમના સગા સબંધીઓની તપાસ હાથ ધરી છે. રૂમમાં મૃત હાલતમાં મળેલ યુવકો અર્ધકપડામાં છે.
રૂમમાં રસોઈનો સરસામાન વેરવિખેર પડ્યો છે. નજીકમાં એક દવાની શીશી પણ પડી હોય એ જોતા ત્રણેયના મૃત્યુ અંગે રહસ્ય ઘેરાયું છે. ત્યારે, પોલીસને તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળશે. ઉલ્લેખનીય છે કે, મૃતક ત્રણેય યુવકો નજીકની કંપનીમાં નોકરી કરતા હતાં અને પરપ્રાંતીય છે. જેઓના નામ રામવીર, પવન અને પ્રદીપકુમાર છે. હાલ પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.