- દમણમાં 31મી ડિસેમ્બરની ઉજવણી નહિ થાય
- પ્રશાસને મજૂરી આપી ના હોય હોટેલ ઉદ્યોગમાં નિરાશા
- પ્રવાસીઓએ બુકીંગ કેન્સલ કરતા રિફંડ આપ્યા
દમણ: દમણમાં દર વર્ષે વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા હજારો પ્રવાસીઓ દમણ આવે છે. પ્રવાસીઓ હોટેલમાં અવનવી ઓફર્સ સહિત ડીજેના તાલે ઝૂમી નવા વર્ષને આવકારે છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે પ્રશાસન દ્વારા હોટેલોમાં પાર્ટીની ઉજવણી અંગે કોઈ મંજૂરી અપાઇ ન હોવાથી દમણમાં થર્ટી ફસ્ટની પાર્ટી માટે રૂમ બુક કરાવનાર પ્રવાસીઓએ બુકિંગ કેન્સલ કરાવ્યા છે. જેને લઇને હોટેલ ઉદ્યોગમાં આવકની દૃષ્ટિએ મોટો ફટકો પડ્યો હોવાથી નિરાશા વ્યાપી છે.
દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીની અવઢવને લઈ પ્રવાસીઓએ હોટેલ બુકિંગ કેન્સલ કર્યા - દર વર્ષે હજાર પ્રવાસીઓ અહીં આવે છે
દમણમાં દર વર્ષે 31મી ડિસેમ્બરે દેવકા બીચ અને અન્ય હોટેલોમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટે છે. ડીજે અને ઓરકેસ્ટ્રાના તાલે ઝૂમી પાર્ટીમાં સી-ફૂડ અને અન્ય વાનગીઓ સાથે લિકરની મોજ માણતા હોય છે. રાત્રે બાર વાગ્યે ભવ્ય આતશબાજી સાથે વર્ષના અંતિમ દિવસને વિદાય આપી લોકો નવા વર્ષને વેલકમ કરે છે.
દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીની અવઢવને લઈ પ્રવાસીઓએ હોટેલ બુકિંગ કેન્સલ કર્યા - બુકીંગ કેન્સલ કરાતા હોટેલ માલિકોએ રિફંડ આપ્યું
આ વખતે કોરોના મહામારીને કારણે શરૂઆતથી જ હોટેલ ઉદ્યોગને થર્ટી ફર્સ્ટની લાસ્ટ નાઈટ પાર્ટી પર કમાણીની મોટી આશા હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ હોટલ બુક કરાવી હતી. પરંતુ 28મી ડિસેમ્બર સુધી હોટેલોમાં પાર્ટીની ઉજવણી અંગે પ્રશાસન દ્વારા કોઈ મંજૂરી પત્ર બહાર ના પાડતા હોટેલ માલિકોમા નિરાશા વ્યાપી છે. જ્યારે હોટલમાં રૂમ બુક કરાવનારા પ્રવાસીઓએ બુકિંગ કેન્સલ કરતા હોટેલ માલિકોએ રિફંડ આપવાની ફરજ પડી છે.