ગુજરાત

gujarat

ETV Bharat / state

સામાન્ય જનતાને સુફિયાણી સલાહ આપતા મામલતદાર ખુદ જાહેરમાં ઘુમ્રપાન કરતા ઝડપાયા - gujaratinews

દમણ : જિલ્લામાં આવેલા ઉંમરગામ તાલુકામાં ખરીફ કૃષિ મહોત્‍સવ-2019ના કાર્યક્રમ દરમિયાન ઉંમરગામ તાલુકાના મામલતદાર એસ.એસ. નાધેરા જાહેરમાં ધુમ્રપાન કરતા કેમેરામાં કેદ થયા છે. મહત્વની વાત તો એ છે કે, આ મામલતદારની કચેરીમાં જ તમાકુ મુક્ત મામલતદાર કચેરીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. સાથે જ જે ધૂમ્રપાન કરતા પકડાશે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણીઓ પણ તે બોર્ડમાં લખવામાં આવી છે.

તમાકુ મુક્ત કચેરીના મામલતદાર જાહેરમાં ધુમ્રપાનનું સેવન કરતા કેમેરામાં કેદ

By

Published : Jun 16, 2019, 5:25 PM IST

રાજ્‍ય સરકાર દ્વારા સમગ્ર રાજ્‍યમાં ખડૂતોને આગામી ખરીફ સીઝનની પૂર્વ તૈયારી માટે ખરીફ કૃષિ મહોત્‍સવનું આયોજન કરાયું છે. તેમાં ઉંમરગામના ધોડીપાડાના સાંસ્‍કૃતિક હોલ ખાતે પણ રવિવારે ખરીફ કૃષિ મહોત્સવ-2019 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉંમરગામના ધારાસભ્ય તેમજ વન અને આદિજાતિ રાજયપ્રધાન રમણ પાટકરની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં અનેક સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં ઉંમરગામ મામલતદાર કચેરીના મામલતદાર એસ.એસ. નાધેરા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને રાજ્યપ્રધાન સાથે સ્ટેજ પર પોતાનું સ્થાન શોભાવ્યું હતું.

તમાકુ મુક્ત કચેરીના મામલતદાર જાહેરમાં ધુમ્રપાનનું સેવન કરતા કેમેરામાં કેદ

પરંતુ ધૂમ્રપાનના વ્યસની મામલતદાર એસ.એસ. નાધેરાને અચાનક સિગારેટની તલપ લાગતા આ અધિકારી સાંસ્કૃતિક હોલની બહાર આવી હોલની કંપાઉન્ડની નજીક એમ્બ્યુલન્સ પાસે એક તરફ સિગારેટ સળગાવી તેના કશ મારવામાં તલ્લીન બન્યા હતા. આ સિગારેટના કશ મારતી વખતે મામલતદાર કેમેરામાં કેદ થયા હતા. જેમાં આસપાસ મહોત્સવમાં આવેલા લોકો અવરજવર કરી રહ્યા છે. તેમ છતાં આ અધિકારી સિગારેટના દમ મારી એમ્બ્યુલન્સના કાચમાં પોતાના વિખેરાયેલા વાળ પર કાંસકો ફેરવી ફરી સ્ટેજ પર આવી પોતાનું સ્થાન શોભાવે છે.

જોકે સૌથી મહત્વની વાત એ છે કે, આ એસ.એસ. નાધેરા જે ઉંમરગામ મામલતદાર કચેરીમાં મામલતદાર છે. તે, કચેરીમાં જ આરોગ્ય શાખા વલસાડ જિલ્લા પંચાયતના ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા મોટા અક્ષરે બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં ટોબેકો ફ્રી(તમાકુ મુક્ત) મામલતદાર કચેરી છે. આ કચેરીમાં કોઈપણ અધિકારી, કર્મચારી, મુલાકાતીએ બીડી, સિગારેટ, સિગાર, ગુટખા, પાન મસાલા કે અન્ય કોઈપણ રીતે તમાકુનું સેવન કરવું નહીં. જો કોઈપણ આ રીતે તમાકુનું સેવન કરતા કે પિચકારી મારતા માલુમ પડશે તો તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 COTPA-2003 મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવશે. જો તે વારંવાર પકડાશે તો વધુ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

જે કચેરીમાં આ બોર્ડ લગાવવામાં આવ્યા હોય તે જ કચેરીના મામલતદાર જો જાહેરમાં ધુમ્રપાન કરતા ઝડપાતા હોય તો તે તેમની કચેરીમાં ધુમ્રપાન નહીં કરતા હોય? અને જો કરતા હોય તો તે કચેરી કઈ રીતે તમાકુ મુક્ત કચેરી હોય? જ્યારે તે તમાકુ મુક્ત કચેરી નથી તો હવે ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ કે જે અવારનવાર જાહેરમાં ધમ્રપાન કરનારાઓને દંડો રહી છે. તે, આ વીડિયો જોયા બાદ મામલતદારને દંડ કરશે કે કેમ? તેના પર મામલતદાર કચેરીમાં આવતા મુલાકાતીઓ સવાલ ઉઠાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details